હેતાલી શાહ/ખેડા : ગોપાલ ઇટાલિયાની દિલ્હીથી ધરપકડ મુદ્દે હાલ દિલ્હી ઉપરાંત ગુજરાતનું રાજકારણ પણ ગરમાયેલું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર આક્રમક છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ મુદ્દે આક્રમક છે અને પીએમ અને હિન્દુ ધર્મ પ્રત્યે આવું ન બોલી શકાય તેવો મુદ્દો બનાવીને આપ પર પ્રહાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઇટાલિયા જેવા લોકોને કાયદાનું ભાન થાય તે જરૂરી
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચોહાણે ગોપાલ ઇટાલિયાની ધરપકડ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, તેમની ધરપકડ યથાયોગ્ય છે. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચોહાણે ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા હતા. દેવુસિંહ ચોહાણે ગોપાલ ઇટાલિયાને નિમ્ન માનસિકતા ગણાવી હતી.
કેજરીવાલ અને ગોપાલ બંન્ને એક જેવી હિનમાનસિકતાના લોકો
દેશના અત્યંત મહત્વના અને સંવૈધાનિક પદો પૈકીનું એક પ્રધાનમંત્રીનું પદ હોય છે. પ્રધાનમંત્રીના પદની ગરિમા ન જાળવવા બદલ આપના નેતાઓની ઝાટકણી કાઢી હતી. દેવુસિંહ ચોહાણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષ એટલા માટે બનાવ્યા કારણકે કેજરીવાલ પણ આવી નિમ્ન માનસિકતા અને ભાષા ધરાવે છે. તેથી બંન્નેની માનસિકતા મેચ થાય છે.
ADVERTISEMENT