હદ કરી… અંધશ્રદ્ધાની આડમાં પિતાએ બે દીકરીઓને ચલાવી આગના અંગારા પર, બંને હોસ્પિટલમાં દાખલ

ભાર્ગવી જોશી, જૂનાગઢ: 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે. ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં અંધશ્રદ્ધાએ કેટલાય લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે. ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં અંધશ્રદ્ધાએ કેટલાય લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. અંધશ્રદ્ધાની આકરી ઘટના જૂનાગઢમાં સામે આવી છે. સગા પિતાએ પોતાની દીકરીને અંધશ્રદ્ધાના નામે દીકરીઓને અંગારા પર ચાલવા મજબૂર કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.

બંને પુત્રીઓ તેમની માતા દમયંતી સાથે જૂનાગઢમાં રહે છે જ્યારે પિતા કેશોદ નજીક પીપળીમાં રહે છે. પ્રફુલ ગજેરા નામના વિક્તિને તેમની દીકરીઓ ભૂતની છાયામાં આવી ગઈ હોવાની અંધશ્રદ્ધા પર કેટલીક વિધિ કરાવવા માટે તેમની દીકરીઓને બોલાવી હતી. સગીરાઓને યજ્ઞમાં બોલાવી આગ પર ચાલવા મજબૂર કરી હતી. મેલી વિદ્યા હોવાની આશંકાએ સગીરાઓના હાથ આગમાં હોમ્યા હતા. માતાએ વિરોધ કરતા માતાને માર્યો માર હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલ સગીરાઓની માતાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ લઈ યુવતીઓની માતા કહે છે કે જૂનાગઢના કેશોદના પીપલી ગામમાંએ કહ્યું હતું કે, પિતાએ આસુરી આત્માની જાળમાં ફસાયેલી પુત્રીઓને આખો દિવસ રાત અંધશ્રદ્ધા વિધિ કરાવડાવી અને બંને પુત્રીઓને આગના અંગારા પર ચલાવી હતી. મારી દીકરીઓનો જીવ બચાવવા હું ત્યાંથી બંનેને લઈ નાસી ગઈ અને તેમની હાલત ગંભીર હોવાથી તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

જાણો શું કહ્યું યુવતીઓએ
આ ઘટનાનો ભોગ બનેલી બને યુવતીઓએ કહ્યું કે અમારા પિતા અમને મારતા હતા.કોઇ વિધિ માટે ગામમાં બોલાવી અમને વળગાડની વિધિ કરાવી અને અમને સળગતા અંગારા પર દોડાવ્યા અને આખી રાત ડાકલા પણ વગાડ્યા તે ખૂબ જ ડરામણું હતું.

આ પણ વાંચો: રામનવમીને લઈ હિંમતનગર પોલીસ સતર્ક, આ ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો

વિકાસની વ્યાખ્યાને શરમાવતી ઘટના આવી સામે
આજે પણ સીતાની જેમ દીકરીઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે.આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? એક પિતા પોતાની દીકરીઓને સળગતા અંગારા પર કેવી રીતે ચલાવી શકે.પરંતુ જો આ ઘટના સાચી હોય તો આપણા વિકાસની વ્યાખ્યાને શરમાવે તેવી ઘટના છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp