અમદાવાદથી દીવ જતી કારે ઓટલા પર સૂતેલા વૃદ્ધને આંખના પલકારામાં કચડી નાખ્યા, CCTVમાં કેદ ઘટના

Una Accident: ઉનામાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર દુકાનમાં ઘુસી ગઈ હતી.

Una Accident

Una Accident

follow google news

Una Accident: ઉનામાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર દુકાનમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન દુકાનની બહાર સૂતેલા એક વૃદ્ધને કારે કચડી નાખતા સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતની ઘટના પર પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદનો પરિવાર કાર લઈને નીકળ્યો હતો

વિગતો મુજબ, અમદાવાદનો પરિવાર રાત્રે કાર લઈને નીકળ્યો હતો અને ઉનાથી દીવ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન શિવાજી પાર્કની સામે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. એવામાં કાર સીધી જ પાઉંભાજીની દુકાનમાં ઘુસી ગઈ હતી. જોકે દુકાનની બહાર એક વૃદ્ધ સૂતા હતા અને કારે તેમને કચડી નાખતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતમાં દુકાનને થયું મોટું નુકસાન

અકસ્માતમાં દુકાનનું શટર, કાચ અને ટેબલો તથા દિવાલને પણ મોટું નુકસાન થયું હતું. કારમાં અમદાવાદના પરિવારના ચાર જેટલા વ્યક્તિઓ હાજર હતા. અકસ્માત સમયે કાર એટલી સ્પીડમાં હતી કે એરબેગ પણ ખૂલી ગઈ હતી. કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આજુબાજુના લોકો ટોળે વળ્યા હતા અને લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. કારમાંથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ મળી આવ્યું હતું.

 

 

    follow whatsapp