હેતાલી શાહ.આણંદઃ આણંદના ઉમરેઠમાં એક યુવતીઓની છેડતીને લઈને મામલો વધુ તંગ બન્યો છે. છેડતીની ઘટના બાદ બે ધર્મોના યુવકો વચ્ચે થયેલી અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યાં બંને ધર્મના સમાજના યુવકો લાકડીઓ અને ડંડાઓ સાથે દોડી આવતા મામલો બિચક્યો હતો. હુમલા અંગે 8 યુવકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. લોકોનું માનવું છે કે આ ધર્મના યુવાનોની સામે કેમ ફરિયાદ કરાઈ તે ના થવું જોઈએ બસ આવી માન્યતાએ અહીં લોકોમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
ગોધરામાં પથ્થરમારા મામલે નોંધાઈ સામસામે ફરિયાદ, વીડિયો વાયરલ કરનારનું પણ આવી બન્યું
કાયદો યોગ્ય રીતે કામ કરી મામલો શાંત કરે તે જરૂરી બન્યું
એક ધર્મના યુવાનો પર ફરિયાદથી નારાજ આ સમાજે ગત મોડી રાત્રે બેઠક યોજી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે બપોરે તે તમામ આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપશે. ઘટનાની વાત કરીએ તો બે દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા યુવતીઓની છેડતી કરવામાં આવી હતી. જે બાદ યુવતીઓને ધમકી આપવામાં આવી હતી. જેના કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેના કારણે બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે યુવતીના પરિજનોએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બાદમાં પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી હતી. જોકે અહીં મામલો પુરો થયો ન્હોતો બાબત એવી બની કે યુવતી જે સમાજની હતી તે સમાજના પણ કેટલાક યુવકો સામે ફરિયાદ નોંધાતા બંને ધર્મના લોકો સામ સામે આવી ગયા હતા. આખરે આ મામલે નારાજગીનો માહોલ વધુ વણસે નહીં અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયાથી આ સમગ્ર મામલો પૂર્ણ થાય તેવા પ્રયત્નો થવા જરૂરી બન્યા છે.
ADVERTISEMENT