ઉમેશપાલ હત્યાકાંડનો આરોપી ઠાર, PI પર ગોળીબાર બાદ કાર્યવાહી

પ્રયાગરાજ : પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા એક બદમાશને ઠાર માર્યો છે. બદમાશનું નામ અરબાઝ છે. આ એન્કાઉન્ટર સોમવારે બપોરે ધુમાનગંજના નેહરુ પાર્ક પાસે…

gujarattak
follow google news

પ્રયાગરાજ : પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા એક બદમાશને ઠાર માર્યો છે. બદમાશનું નામ અરબાઝ છે. આ એન્કાઉન્ટર સોમવારે બપોરે ધુમાનગંજના નેહરુ પાર્ક પાસે થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ અરબાઝ નેહરુ પાર્ક વિસ્તારમાં છુપાઈ ગયો હતો. BSP MLA રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા થયાને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે. આ મામલે હજુ સુધી કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાર્કમાં છુપાયેલા બદમાશે PI ના હાથમાં ગોળી મારી દીધી
નહેરૂ પાર્કમાં છુપાયેલા બદમાશે પીઆઇ રાજેશ કુમાર મોર્ય પર ફાયરિંગ કર્યું હતું. રાજેશના હાથમાં ગોળી વાગી હતી. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. અરબાઝની છાતીમાં તથા પગમાં ગોળી આવી હતી. પોલીસે ઘાયલ અરબાજને સ્વરૂપરાની નેહરૂ (SRN) હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જ્યારે ઘાયલ પીઆઇ રાજેશની સારવાર ચાલી રહી છે.

ઉમેશ પાલ પર હુમલાના સીસીટીવીમાં થઇ હતી ઓળખ
ઉમેશ પાલ પર હુમલો કર્યા બાદ અરબાજનો ચહેરો CCTV ફુટેજમાં સામે આવ્યો હતો. પુરામુફ્તીના સલ્લાહપુર નિવાસી અરબાજ નામનો નામચીન ગુનેગાર ગાડી ચલાવી રહ્યો હતો. તેણે ઉમેશ પર હુમલો પણ કર્યો હતો. અરબાઝ અતીક અહેમદના પુત્ર અસદનો ડ્રાઇવર હતો. હુમલાખોરોની ક્રેટા ગાડી પોલીસે જપ્ત કરી છે. અરબાજને બાહુબલી અતીક અહેમદનો ખુબ જ ખાસ માનવામાં આવતો હતો. તેના પિતા પણ અતીક અહેમદની ગાડી ચલાવતા હતા.

અહેમદની પત્ની અને બસપા નેતાઓની અટકાયત
અતીક અહેમદની પત્ની અને બસપા નેતા શાઇસ્તા પરવીન, તેના પુત્ર એજમ, અબાન, અલી, ઉમર અને દોસ્ત રેહાનની પણ પુછપરછ ચાલી રહી છે. જેલમાં બંધ અતીક અહેમદના ગેગના અન્ય લોકોની પણ યુપી એસટીએફ પુછપરછ ચલાવી રહી છે. અમદાવાદ જેલમાં બંધ અતીકને મળનારા લોકોની માહિતી પણ તપાસવામાં આવી રહી છે. આ કામમાં જેલ અધિક્ષકને પણ લગાવાયા છે. પોલીસને એ વાતની પણ આશંકા છે કે, શુટર નેપાળ ન ભાગી જાય. આ જ કારણ છે કે, નેપાળના સીમાવર્તી જિલ્લાઓ એલર્ટ પર છે.

શાઇસ્તા પરવીને મુખ્યમંત્રીને લખ્યો પત્ર
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો અને તેમાં પ્રયાગરાજ પોલીસ કમિશ્નર રમેશ શર્મા અને એડીજી એસટીએફ અમિતાભ યશ પર વિરોધીઓ સાથે મળીને પતિ અતિક અહેમદ અને તેના નાના ભાઇ અશરફની હત્યાની સોપારી લેવાનો આરોપ લગાવ્યો છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેના પતિ અતિક અહેમદ અને પુત્રને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારી શકે છે. જેથી આ અંગે સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.

જે ગાડી દ્વારા હુમલો થયો તેનો ડ્રાઇવર હતો આરોપી
ઉમેશ પર હુમલામાં અતીકના પુત્ર અશદ કે જેણે સફેદ કલરની ક્રેટા કારનો ઉપયોગ કર્યો હતો તે ગાડી અતીકના ઘરની નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. તેના પર નકલી નંબર પ્લેટ લાગેલી હતી. એસટીએફ તે કાર કબ્જે લઇને એન્જિન અને ચેસિસ નંબરના આધારે ગાડીના માલિક સુધી પહોંચી ચુકી છે. પુછપરછ બાદ પ્રયાગરાજ પોલીસે રવિવારે સાંજે અતિકના ઘરની આસપાસ સર્ચ ઓપરેશન પણ કર્યું હતું. જો કે પોલીસને કોઇ પુરાવા મળ્યા નહોતા.

અહેમદ ગેંગના સભ્ય ગુલામના ભાઇ રાહિલ હસનને પણ પોલીસે ઉઠાવ્યો
અતીક અહેમદના ગેગના સભ્ય ગુલામના ભાઇ અને ભાજપ લઘુમતી મોર્ચાના જિલ્લા અધ્યક્ષ રાહિલ હસનને પણ પોલીસે 24 ફેબ્રુઆરીએ જ ઉઠાવી લીધા હતા. ઘર પર જો કે તાળુ હતું. પોલીસે રાહિલ હસનને કસ્ટડીમાં લઇ લીધો છે. શિવકુટી પોલીસ રસુલાબાદમાં રહેતા રાહિલ હસનની સાથે ગુલાબની પત્ની સના બેગમની પણ પુછપરછ કરી રહી છે.

ડીજીપીએ કહ્યું કે, ટુંક જ સમયમાં મોટી કાર્યવાહી થશે
આ અંગે ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યું કે, પ્રયાગરાજમાં ઉમેશ પાલના મર્ડર કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ ટુંક જ સમયમાં થશે. એસટીએફ અને પ્રયાગરાજ પોલીસ કમિશ્નરેટ પુરાવા પર કામ કરી રહી છે. પોલીસની અનેક ટીમો શુટરને શોધી રહી છે. મને વિશ્વાસ છે કે આ કેસને ઝડપથી ક્લોઝ કરી દેવામાં આવશે.

 

    follow whatsapp