વિરેન જોશી.મહીસાગરઃ કેન્દ્ર સરકાર દ્રારા UCC (Uniform Civil Code)ના કાયદાનો અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલાનું આદિવાસી સમાજના ધ્યાને આવતા મહીસાગર જિલ્લા આદિવાસી સમાજે મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ પાઠવ્યું હતું. સાથે જ સમાજે વિરોધ નોંધાવવ્યો હતો. આ પહેલા આદિવાસી સમાજમાંથી આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ UCCના મામલે ચર્ચા કરવા અન્ય જાણકારોનું આહ્વાહન કર્યું હતું અને મીટીંગ કરી હતી.
ADVERTISEMENT
માધ્યમોથી ખબર પડી કે કાયદો આદિવાસી વિરુદ્ધ છેઃ લોકો
UCC ના કાયદાનો કેન્દ્ર સરકાર દ્વારા અમલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલાનું સોશ્યલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજના લોકોને જાણવા મળ્યું છે અને આ UCC ના કાયદાના અમલથી આદિવાસીઓના સંવિધાનિક હક્કો છીનવાઈ જાય તેવી થીયરીની રચના થઇ રહી હોવાનું પ્રિન્ટ મીડિયા તથા ન્યૂઝ મીડિયાના માધ્યમથી ચર્ચામાં હોઈ આ બાબતે આ UCC કાયદાથી આદિવાસીઓના હક્કો અને અધિકારો છીનવાતા જણાતા હોઈ આ કાયદાની વિરુધ મહીસાગર જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજનો જાહેર અને ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. આજરોજ મહીસાગર જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓએ કડાણા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ મહિસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાને પણ આવેદનપત્ર આપ્યું હતું.
પૂર્વ IAS અધિકારી એસ.કે લાંગાની ધરપકડ, અડધા ગુજરાતમાં આચર્યા હતા કૌભાંડ
ચર્ચા કરી ડ્રાફ્ટને દેશ સમક્ષ મુકેઃ લોકો
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખરેખર આ કાયદા બાબતે કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરી તથા દરેક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને UCC ડ્રાફ્ટને દેશની જનતા સમક્ષ જાહેરમાં ખુલ્લો મુકવો જોઈએ. દરેકના પ્રતિભાવો જાણીને આગળ વધવું જોઈએ. આ બાબતે આ આવેદનપત્ર આપી જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આ આવેદનપત્ર ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી , ભારત દેશના પ્રધાનમંત્રી, તથા ભારત દેશના રાષ્ટ્રપતિ એવા દ્રૌપદી મુર્મૂ સુધી પહોંચાડવા આદિવાસી સમાજ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT