નરેન્દ્ર પેપરવાલા.નર્મદા: યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારાનો કાયદો લાવવાની તજવીજ કેન્દ્ર સરકારે હાથ ધરી છે ત્યારે સમાન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો જે લાવવામાં આવી રહ્યો છે અને આવનારા જે લોકસભાના ચોમાસું સત્રમાં આવી શકે છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભારે વિરોધ પ્રદર્શન આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. આદિવાસી વિસ્તારના આગેવાનો દ્વારા સમાન નાગરિક ધારો જે કાયદો છે એના બાબતે આદિવાસી સમાજને જે નુકસાન થવા બાબતે છે આ તમામ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જે મામલામાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મીટીંગનું આયોજન કર્યું છે. તેમણે આ મામલામાં ચર્ચાનું આહ્વાહન કર્યું છે.
ADVERTISEMENT
ક્યારે થશે આ ચર્ચા અને ક્યાં?
યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ અત્યારથી શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા ભરૂચ, નર્મદા જિલ્લામાં બિટીટીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મુદ્દો હવે આમ આદમી પાર્ટી એ પણ ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કાયદાનો વિરોધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની આગેવાનીમાં રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં 9 જુલાઈ રવિવારે મોટો કાર્યક્રમ થનાર છે. જેની અંદર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિડ કોડ UCC લાગુ થઈ રહ્યો છે જેથી આદિવાસી સમાજને નુકસાન થવા બાબતે લોકોની ચિંતા પર વિચાર વિમર્શ કરવા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.
ગિરનારના જંગલમાં વૃદ્ધ થઈ ગયા ગુમઃ ફોરેસ્ટ અને પોલીસ વિભાગે આ રીતે કર્યા રેસક્યૂ- Video
આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલનો પણ થાય તો નવાઈને કારણકે કેન્દ્ર સરકાર જે આ કાયદો લાવવા માટે મક્કમ હોય તેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભાજપ સાથે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીના નિવેદનો પરથી લાગી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક ધારો લાવવા જઈ રહ્યું છે. જેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ કાયદો આવે પહેલા તેનું વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો થવા લાગ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે લોકસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક ધારાને ભારે વિવાદ થઈ રહ્યો છે તેની શું અસરો થશે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આ વિવાદિત કાયદો લાવશે કે નહીં તે જોવું રહ્યું.
ADVERTISEMENT