લાહોર : પાકિસ્તાનના અનેક શહેરોના નાગરિકોને યુએઇ દ્વારા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હોવાનાં કેટલાક અહેવાલો બાદ સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ મચી ચુક્યો છે. જો કે હવે આ દાવાનું સત્ય સામે આવી ચુક્યું છે. પાકિસ્તાનમાં યુએઇ દુતાવાસે આ સમાચારને સંપુર્ણ નકલી હોવાનું કહ્યું છે. આ ઉપરાંત જણાવ્યું કે, સંયુક્ત અબ અમીરાત તરફથી કોઇ આ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી.
ADVERTISEMENT
UAE દ્વારા કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે પણ આ વાતની પૃષ્ટી કરતા કહ્યું કે, એવો કોઇ જ પ્રતિબંધ યુએઇ તરફથી લગાવાયો નથી. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાજ જહરા બલોચે સોમવારે કહ્યું કે, પાકિસ્તાનના કોઇ પણ શહેરના નાગરિક પર યુએઇ જવા પર કોઇ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. પાકિસ્તાન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે એવા રિપોર્ટ્સ જોયા છે. અમે આ વાતની પૃષ્ટી કરીએ છીએ કે આ પ્રકારનો કોઇ પણ પ્રતિબંધ યુએઇ તરફથી પાકિસ્તાની નાગરિકો પર નથી લગાવ્યો.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા વ્યક્ત કરી
પાકિસ્તાની વિદેશ મંત્રાલયની તરફથી આ પ્રતિક્રિયા તે સમયે આવી, જ્યારે પાકિસ્તાનના અનેક શહેરોના લોકો પર યુએઇ વિઝા બેન હોવાના સમાચારોએ હડકંપ મચેલો છે. પત્રકારો આ વાત અંગે પુછતા પાકિસ્તાની વિદેશ વિભાગ તરફથી આ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું.
યુએઇએ આ પ્રકારના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા
બીજી તરફ યુએઇએ પણ આ વાતને ફગાવી દીધી હતી. યુએઇએ નકલી સમાચાર ગણાવ્યા છે. પાકિસ્તાનમાં યુએઇના રાજદુત બખીત અતીક અલે કહ્યું કે, આ પ્રકારનો કોઇ પણ પ્રતિબંધ યુએઇ તરફથી નથી લગાવાયો. ગત્ત મહિને યુએઇ સરકારે વીઝા ગાઇડલાઇનમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. નવા નિયમો હેઠળ તે તમામ લોકોને વીઝા નહી આપવામાં આવે, જેના પાસપોર્ટ પર સિંગલ નામ છે, એટલે કે જેના નામ પાછળ સરનેમ નથી.
ADVERTISEMENT