RAJKOT-SURAT માં રમતા રમતા બે યુવાનોના મોત, અઠવાડિયામાં 4 યુવાનોના મોત

રાજકોટ : આજે ગુજરાતમાં એક સરખી મૃત્યુની બે ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ક્રિકેટ રમતા રમતા રાજકોટ અને સુરતમાં બે યુવાનોના હાર્ટ એટેકના કારણે…

gujarattak
follow google news

રાજકોટ : આજે ગુજરાતમાં એક સરખી મૃત્યુની બે ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. ક્રિકેટ રમતા રમતા રાજકોટ અને સુરતમાં બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાં છે. રાજકોટમાં 20 દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા ત્રીજા યુવાન જિજ્ઞેશ ચૌહાણને હાર્ટ એટેક આવ્યો અને મેદાનમાં જ ઢળી પડ્યો હતો. એકઉપર એક ત્રણ એટેક આવતા જિજ્ઞેશનું મોત નિપજ્યું હતું. 30 રનની ઇનિંગ રમ્યા બાદ જિજ્ઞેશ જીવનની ઇનિંગ હારી ગયો હતો.

ક્રિકેટ રમી પરત ફર્યો અને છાતીમાં બળતરા થઇ અને…
ક્રિકેટ રમી ઘરે પરત આવ્યા બાદ અચાનક છાતીમાં બળતરા અને ગભરામણ થઇ જતા તત્કાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ અચાનક મોત નિપજ્યું હતું. યુવકને કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.

ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ દરમિયાન યુવાનનું મોત
માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ ચાલતી હતી. જેમાં જિજ્ઞેશ ચૌહાણે પણ ભાગ લીધો હતો. આજે તેમની ટીમ વતી 30 રનની ઇનિંગ રમતો હતો. ત્યાર બાદ તે આઉટ થઇને ખુરશી પર બેઠોહ તો. અચાનક એક સાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પર જ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ ટીમના ખેલાડીઓ પણ ગભરાયા હતા. જિજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. જો કે ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હેડલાઇન સમાચાર પત્રમાં યુવાન કામ કરતો હતો
આ અંગે રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું કે, રાજકોટમાં આજે હેડલાઇ અને અબતક વચ્ચે મેચ ચાલી રહી હતી. જેમાં પ્રથમ બેટિંગ હેડલાઇન્સની આવી હતી. જિજ્ઞેશ ચૌહાણ બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો. તેણે 18 બોલમાં 30 રન બનાવ્યા. ત્યાર બાદ તે આઉટ થતા મેદાનમાં ઉતર્યો હતો. 18 બોલમાં 30 રન બનાવ્યા. ત્યાર બાદ તે આઉટ થતા મેદાનની બહાર ખુરશી પર બેઠો હતો. અચાનક 10 મિનિટ બાદ ઢળી પડ્યો.

પત્રકાર આલમમાં મૃત્યુ બાદ સમગ્ર ઘટનાક્રમથી ચકચાર
જેને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજપરના તબીબે મૃત જાહેર કરતા સમગ્ર મીડિયા જગતમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પત્રકાર આલમમાં સમગ્ર મામલાની જાણ થતા શોકની લાગણી ફેલાઇ છે. બીજી તરફ યુવકના પરિવાર પર પણ જાણે આભ ફાટી પડ્યું છે. જિજ્ઞેશ ચૌહાણને 3 વર્ષની દીકરી છે. જિજ્ઞેશના પિતાનું પણ અવસાન થઇ ચુક્યું છે. હવે જિજ્ઞેશનું પણ અવસાન થતા પરિવારમાં એક માત્ર કમાનારી વ્યક્તિનું મોત નિપજ્યું છે. પરિવારના આક્રંદથી સમગ્ર સિવિલ હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમગ્ન બન્યું હતું.

સુરતના વરાછામાં પણ કેનેડાથી આવેલા એક યુવકનું મોત નિપજ્યું
સુરતના વરાછામાં પણ જોલી એન્કલેવમાં રહેતો, હસતો રમતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઇ ભારોલિયાનું અચાનક મોત નિપજ્યું હતું. તેનું પણ ક્રિકેટ રમવા દરમિયાન જ મોત નિપજ્યું હતું. ક્રિકેટ રમીને પરત આવ્યો અને થોડા જ સમય બાદ તત્કાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. જ્યાં ટુંકી સારવાર બાદ અચાનક તેનું મોત નિપજ્યું હતું.

અગાઉ 2 યુવાનોના મોત આ જ પ્રકારે થઇ ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ અઠવાડીયામાં આ પ્રકારે 4 યુવાનોના મોત નિપજ્યાં છે. ભરત બારૈયા નામનો યુવાન પણ બહેનના ઘરે હતો. ક્રિકેટ રમીને બહેનના ઘરે જતા સમયે જ અચાનક મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા રવિ ગવાડેનું પણ રેસકોર્સમાં રમવા દરમિયાન એટેકથી મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ઓરિસ્સાના વતની રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

    follow whatsapp