વડોદરા : શહેરની સંત કબીર સ્કુલની બે વિદ્યાર્થીનીઓ શાળાએથી જ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કુલની ધોરણ 4 માં ભણતી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઇ ગઇ છે. શાળા છુટ્યા બાદ શાળા વાનનો ડ્રાઇવર વિદ્યાર્થીનીઓની રાહ જોઇ રહ્યો હતો. જો કે વિદ્યાર્થીનીઓ નહી આવતા તેણે શાળામાં તપાસ કરી અને વાલીને જાણ કરી હતી.
ADVERTISEMENT
પોલીસને ઘટના અંગે માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
પોલીસ દ્વારા પણ આ ઘટના બાદ તત્કાલ સતર્કતા દાખવતા ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તપાસ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,વડોદરાના વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કુલની ધોરણ 4 માં અભ્યાસ કરી બે વિદ્યાર્થીનીઓના ગુમ થયાના સમાચારથી ગોત્રી પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હાલ તો પોલીસ સીસીટીવી સહિતની બાબતોને આધારે તપાસ ચલાવી રહી છે.
હાલ તો પોલીસ દ્વારા વાલીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આસપાસના વિસ્તારોના સીસીટીવી, રિક્ષા ચાલકો, શાળાની વાન ચાલકો, શાળાના સીસીટીવી, વિદ્યાર્થીનીઓના મિત્રોની પુછપરછ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓની પુછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT