ગુજરાતના દરિયા કાંઠેથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ

ગુજરાતમાં દરિયા કાંઠા પર સતત ચહલ પહલ થઈ રહી છે. ક્યારેક ડ્રગ્સના પેકેટ ઝડપાઇ રહ્યા છે તો ક્યારેક પાકિસ્તાની બોટ ઝડપાઇ રહી છે. આજે ફરી…

gujarattak
follow google news

ગુજરાતમાં દરિયા કાંઠા પર સતત ચહલ પહલ થઈ રહી છે. ક્યારેક ડ્રગ્સના પેકેટ ઝડપાઇ રહ્યા છે તો ક્યારેક પાકિસ્તાની બોટ ઝડપાઇ રહી છે. આજે ફરી એક વાર પાકિસ્તાની બોટ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાઇ છે. જોકે બોટમાં કોઈ જોખમી સમાન મળી આવ્યો નથી.

દેશનો સ્વાતંત્ર્ય પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દેશની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયા કાંઠાપર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભુજ BSFને પેટ્રોલિંગ દરમિયાન હરામીનાલા વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયા હતા. સતર્ક પેટ્રોલિંગ દરમિયાન બીએસએફ  તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું અને હરામીનાલા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે પાકિસ્તાની એન્જિન વાળી ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી છે.

બોટમાંથી મળી આવી આ વસ્તુ
બીએસએફની પેટ્રોલિંગ ટીમને પાકિસ્તાનીઓએ તેમની નજીક આવતા જોઈ ઇન્ટરનેશનલ બોર્ડર પાસે બોટ છોડી પાકિસ્તાન તરફ નાસી છૂટયા હતા. આ બોટને બીએસએફએ જપ્ત કરી પોતાના કબ્જામાં લીધી હતી. જપ્ત કરવામાં આવેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

આ પહેલા અનેક વખત ઘટી છે આવી ઘટના
ગુજરાતના દરિયા કાંઠેથી પાકિસ્તાની બોટ મળી આવી એવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા અનેક વખત પાકિસ્તાની બોટ ગુજરાતના દરિયા કાંઠે આવી પહોંચી છે અને ગુજરાતના માછીમારો પાકિસ્તાનની સરહદમાં પહોંચી જતી હોય છે. ગુજરાતમાં આ પહેલા પણ અનેક વખત આવી બોટ પકડાઈ છે. આજે પકડાયેલી પાકિસ્તાની બે માંથી એક પણ બોટમાં કોઈ જોખમી વસ્તુઓ ઝડપાઇ નથી.  બંને બોટમાં માછીમારીના સાધનો જોવા મળ્યા છે. દેશનો રાષ્ટ્રીય પર્વ નજીક આવતાની સાથે જ બોટ ઝડપાતાની સાથે જ અરાજકતા ફેલાઇ. પરંતુ કોઈ જોખમી માલસમાન ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો છે.

    follow whatsapp