અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર કોઈ મહિલામાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થામાં પણ પહેલીવાર આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે યુવતીઓના તેમની જ માતાએ ગર્ભાશય દાન કર્યું હતું. આ બંને યુવતીઓ પણ માતૃત્વ ધારણ કરી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં અમદાવાદ અને કેશોદની બે યુવતીઓમાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થયું. એક જ દિવસમાં બે ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટનો આ દુનિયામાં સૌપ્રથમ કિસ્સો છે.
ADVERTISEMENT
બે યુવતીઓ હવે માતૃત્વ ધારણ કરી શકશે
પહેલા કિસ્સામાં 28 વર્ષની એક હિન્દુ પરિણીત યુવતીને યુટેરાઈન ડાઈડેલ્ફીસ (જન્મથી બે ગર્ભાશય)ની તકલીફ હતી. જ્યારે બીજા કિસ્સામાં 22 વર્ષની એક મુસ્લિમ પરિણીત યુવતીને એમ.આર.કે.એચ ટાઈપ-1 (જન્મજાત ગર્ભાશયની ગેરહાજરી)ની તકલીફ હતી. જેથી આ બંને યુવતીઓ માતૃત્વ ધારણ નહોતી કરી શકતી. એવામાં બંને યુવતીઓની માતા આગળ આવીને તેમને ગર્ભાશય ડોનેટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જે બાદ બંને યુવતીઓમાં તેમના માતાના ગર્ભાશયને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
પુનાથી 10 ડોક્ટરોની ટીમ અમદાવાદ આવી હતી
ખાસ વાત એ છે કે આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પુનાથી 10 ડોક્ટરોની ટીમ અમદાવાદ આવી હતી. આ અંગે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ 12 કલાકની હોય છે પણ ડો. શૈલેષ પુતામ્બેકરની ટીમે 10થી12 કલાકમાં બંને ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે. બંને મહિલાઓમાં સફળ રીતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થતા આશાનું કિરણ બંધાયું છે બંને મહિલા હવે ગર્ભ ધારણ કરી શકશે.
5000માંથી 1 સ્ત્રીમાં હોય છે ગર્ભાશયની સમસ્યા
ઉલ્લેખનીય છે કે, દર 5000 યુવતીઓમાંથી 1ને આ પ્રકારે જન્મજાત ગર્ભાશય અવિકસિત અથવા ગેરહાજર હોવાની ઘટના સામે આવતી હોય છે. એવામાં તેમના માટે માતૃત્વ ધારણ કરવામાં સમસ્યા આવતી હોય છે. ત્યારે આ દીકરીઓમાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ આશીર્વાદરૂપ બનશે અને તેઓ માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકશે.
ADVERTISEMENT