છોટા ઉદેપુરમાં ખેતરમાં સૂવા ગયેલા બે યુવકોના વીજળી પડતા મોત, સવારે પરિવારને લાશ મળી

છોટા ઉદેપુર: ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગઈકાલે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે જિલ્લાના…

gujarattak
follow google news

છોટા ઉદેપુર: ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગઈકાલે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે જિલ્લાના સંખેડા તાલુકામાં વીજળી પડતા બે યુવકોના મોત નિપજ્યા હતા. બંને યુવકો ખેતરમાં સૂવા માટે ગયા હતા. આ દરમિયાન જ વીજળી પડતા તેમના મોત થયા હતા.

ખેતરમાં સૂવા માટે ગયા હતા બંને યુવકો
વિગતો મુજબ, સંખેડાના કૃષ્ણાપુરા વિસાહતમાં ગણપત તડવી અને હસમુખ તડવી ખેતરમાં સૂવા માટે જઈ રહ્યા હતા. આ સમયે ગાજવીજ ચાલુ હતી અને અચાનક વીજળી પડતા બંને યુવકોના મોત નિપજ્યા હતા. સવારે બંને યુવકો ઘરે ન આવતા પરવારના સભ્યોએ ખેતરમાં જઈને તપાસ કરતા બંનેની લાશ મળી આવી હતી. જે જોઈને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં સામાન્યથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બેચરાજીમાં 2.65 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાંતા અને અમદાવાદ શહેરમાં સરેરાશ 2.14 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો વડગામ અને ચાણસ્મામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જોટાણા, બાવળા, કલોલ, વડાલી, શિહોર, નડિયાદ, કડી, પેટલાદ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો.

    follow whatsapp