Surendranagarમાં રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ કરુણ ઘટના, ખેત તલાવડીમાં બે માલધારી ભાઈઓ ડૂબ્યા

Surendranagar News: સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જ કરુણ ઘટના બની છે. જેમાં ખેત તલાવડીમાં ડૂબી જતા બે ભાઈઓના મોત થયા છે. રક્ષાબંધનના પર્વ પર જ…

gujarattak
follow google news

Surendranagar News: સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જ કરુણ ઘટના બની છે. જેમાં ખેત તલાવડીમાં ડૂબી જતા બે ભાઈઓના મોત થયા છે. રક્ષાબંધનના પર્વ પર જ કરુણ ઘટનાથી ચાર બહેનોએ બે ભાઈઓ ગુમાવી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને પગલે હાલમાં તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સીમમાં ઢોર ચરાવવા ગયેલા ભાઈઓ ડૂબ્યા

વિગતો મુજબ, માલધારીઓ વગડા કે સીમમાં ઢોર ચરાવવા માટે જતા હોય છે તેમ સુરેન્દ્રનગરના લખતરમાં ઢાંકી ગામ નજીક બે સગા ભાઈઓ વગડિયાની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા. 22 વર્ષના સિદ્ધરાજ સભાડ અને 16 વર્ષના વિનેશ સભાડ મંગળવારે ઢોર ચરાવા ગયા. જોકે તે સમયે અચાનક બંને ભાઈઓ દેખાતા ન હોવાથી માલધારીઓએ તેમને ફોન કર્યો હતો પરંતુ તેમને ફોન ન ઉપાડતા ડૂબી ગયાની શંકા ગઈ. આથી માલધારીઓએ પરિવારના સભ્યોને જાણ કરી હતી.

બહેનોએ ગુમાવ્યા સગા ભાઈ

બાદમાં બંને ભાઈઓની શોધખોળ કરતા ખેત તલાવડીમાંથી તેમની લાશ મળી આવી હતી. રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ જ આ રીતે બે ભાઈઓના કરુણ મોત નિપજતા પરિવાર પર જાણો આભ તૂટી પડ્યં હતું. ઢાંકી ગામમાં રહેતા કરણાભાઈ સભાડને સંતાનમાં 3 દીકરા અને 4 દીકરીઓ હતી. એવામાં મંગળવારે બે સગા દીકરીના મોત થઈ જતા હવે 4 બહેનોને એકનો એક ભાઈ રહ્યો. તો ગામના જ આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(ઈનપુટ: સાજીદ બેલિમ)

 

 

    follow whatsapp