- અમદાવાદ-બાવળા હાઈવે પર દુર્ઘટના
- ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ
- દુર્ઘટનામાં બેના મોત અને એક મહિલા ઈજાગ્રસ્ત
Ahmedabad News: અમદાવાદ-બાવળા હાઈવે પર ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના દુઃખદ અવસાન થયા છે. તો અન્ય એક રાહદારી મહિલાને ગંભીર ઈજા થઈ છે. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
આઈસર ટ્રકમાં લાગી હતી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ-બાવળા હાઈવે પર સરી ગામ પાસે આઈસર ટ્રકમાં અચાનક આગી લાગી હતી, જે બાદ આઈસર ટ્રકમાં ભરેલા ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત થયા હતા.
હાઈવે પર સર્જાયો અફરાતફરીનો માહોલ
આ દુર્ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે આગમાં ટ્રકમાં સવાર બે લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. તો અન્ય એક રાહદારી મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.
પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી
આ અંગેની જાણ થતાં ચાંગોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્ત મહિલાને ખસેડાઈ હોસ્પિટલમાં
હાલ ચાંગોદર પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને આ મામલે વધુ કાર્યવાહી ધરવામાં આવી છે.
ADVERTISEMENT