સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની છે. જેમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ધારીયા અને લાકડીથી હુમલામાં બંને જૂથના 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બંને પક્ષોનો સામ સામે હુમલો
વિગતો મુજબ, વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ખેતરની જમીને બાબતે બોલાચાલી બાદ અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષોએ સામ સામે ધારીયા અને ધોકા-લાકડીથી હુમલા કર્યા હતા. આ અથડામણમાં નાના બાળકો સહિત 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ પોલીસને આ અંગે માહિતી મળતા વઢવાણ પોલીસ સાંકળી ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ADVERTISEMENT