હેતાલી શાહ/ આણંદ : ન્યૂઝીલેન્ડમાં અમૂલના બે ડિરેક્ટરો દ્વારા મહિલાની છેડતી બાબતે ચેરમેનએ પ્રતિક્રિયા આપી હતી. ચેરમેન વિપુલભાઈ પટેલએ ખુલાસો આપ્યો હતો. અમૂલ આણંદમાંથી એક પણ ડિરેક્ટર ન્યૂઝીલેન્ડ ગયા જ નહી હોવાનો ખુલાસો કર્યો હતો. આણંદથી વિદેશમાં અમારો કોઈ પ્રતિનિધિ ગયો નહી હોવાની તેમણે સ્પષ્ટતા આપી નથી. ક્યા ફેડરેશનના પ્રતિનિધિ ગયા છે તેની માહિતી અમને નથી. ઘટના બની છે કે કેમ તે તપાસનો વિષય છે તે અંગેની સ્પષ્ટા ચેરમેને કરી હતી. ફેડરેશનના દરેક ચેરમેનને પત્ર લખી આવી કોઈ ઘટના બનશે તો અમૂલનો લોગો પરત લઈ લેવાશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા ન્યૂઝીલેન્ડમાં અમૂલના પ્રતિનિધિ દ્વારા મહિલાની છેડતી કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈને સમગ્ર ગુજરાત સહિત ભારતમાં આ ઘટનાની ચર્ચા થઈ હતી. ત્યારે આજે આણંદ અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આ તમામ બાબત અંગે એક નિવેદન આપ્યું છે. જેમાં તમને કહ્યું છે કે,” આણંદ થી વિદેશમાં અમારો કોઈ પ્રતિનિધિ ગયો નથી. સાથે જ ફેડરેશનના દરેક ચેરમેનને પણ પત્ર લખી આવી કોઈ ઘટના બનશે તો અમૂલનો લોગો પરત લઈ લેવાશે તેમ પણ જણાવી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિમંડળ ગયું હોવાનો જ અમુલનો ઇન્કાર
ન્યૂઝીલેન્ડના સ્થાનિક મીડિયામાં પ્રસારિત સમાચાર અનુસાર અમુલનું પ્રતિનિધિ મંડળ થોડા દિવસ પહેલા એટલેકે 17 એપ્રિલે ન્યૂઝીલેન્ડમાં હતું. જ્યાં ટ્રેડ ડીલ માટે ગુજરાતથી ડેરીનું ડેલીગેટ પણ ગયું હતું. જેમાં ન્યુઝીલેન્ડ સરકારના મંત્રીઓ અને સંભવિત વેપારી, ભાગીદારો સાથે જ્યારે કેન્ટરબરીમાં મુલાકાત થઈ રહી હતી. દરમિયાન ત્યાંની એક ખાનગી કંપનીની મહિલા કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે, અમૂલના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા બે સભ્યોએ તેની સાથે સેલ્ફી લેવા માટે જબરજસ્તી કરી હતી. તેમજ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડના મંત્રી પણ હાજર હતા. અને આ ઘટના અંગે મહિલાએ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઈને આ સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
ચેરમેને કહ્યું અમુલના નામનો દુરૂપયોગ થઇ રહ્યો છે
આજે અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે એક ખુલાસો કરતા નિવેદન આપ્યું છે કે, હમણાં મીડિયા દ્વારા ન્યૂઝીલેન્ડમાં પ્રેસમાં આવ્યું હતું કે, જીસીએમએમએસના સભ્યો ત્યાં પ્રવાસે ગયા હતા. અને ત્યાં પ્રેસમાં આવ્યું એના કરતાં વધારે ચઢાવીને અહીંની પ્રેસમાં ઘણા બધા પેપરોમાં આવ્યુ હતુ. અને વારંવાર ફોન આવે અમારી પર કે તમારામાંથી કોણ ગયું હતું? અમુલનું નામ બદનામ ન થાય એ હિસાબે હું ચોખવટ કરવા માંગુ છું કે, અમારા અમૂલ માંથી કોઈ ડિરેક્ટર ગયું નથી. અને અમારી જે ઘટના બની એના સાથે કોઈ નિસબત નથી. અમુલ બદનામ ન થાય અમૂલનો માર્કો અમે આખા ગુજરાતમાં આપેલો છે. તો બધા ફેડરેશનોને પણ મેં નોટિસ આપી છે કે, આ રીતે નહીં ચાલે. અમુલને તમે બદનામ કરો છો. આને લીધે તમારે જે કરવું હોય તે કરો. પરંતુ અમુલનું નામ બગડવું ન જોઈએ.
ચેરમેનના નિવેદન બાદ અનેક તર્ક વિતર્ક
ઘટના બની કે ના બની પણ કહેવાય છે ને કે, પડેલો પોપડો ધૂળ લીધા વગર તો ઉખડતો જ નથી. એટલે કંઈક તો થયું હશે. પરંતુ અમારા દ્વારા થયું નથી. કયા ફેડરેશનના ચેરમેન, કોણે કર્યું છે? એની અમને પૂર્તિ માહિતી મળી નથી. અને જીસીએમએમએફના એમડી જયન મહેતા જોડે વાત થયા પ્રમાણે તેમણે આ વાતનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમારો આણંદ અમુલનો કોઈ પણ સભ્ય આમાં સંડોવાયેલો નથી. એક નોટિસ પાઠવી છે, જેમાં જણાવ્યું છે કે, સરદાર પટેલે પશુપાલકોની સેવા માટે જે સિમ્બોલ વાપર્યો છે. જે 250 લીટર થી ચાલુ કરીને આટલા મોટા પ્લાન્ટ બનાયા અને આખા ગુજરાતના પશુપાલકોએ એમનો લાભ લીધો છે. તો આ રીતે તો કરશો તો અમુલ ફેડનો લોગો અમે પાછો લઈ લઈશું. જો આવાને આવા કામ કરશે તો અમારે આવું કરવું જ જોઈએ. એક ડેરી બીજી ડેરીની કોમ્પિટિશનમાંના ઉતરે અને ગ્રાહકોને નુકસાન ન થાય અને એક સરખો ભાવ રહે અને એક સરખુ માર્કેટિંગ થાય એવા શુભ આશયથી આ બધાને આખા ગુજરાતની ડેરીઓને આમૂલનો સિમ્બોલ આપવામાં આવ્યો છે. જે અમે જો આવી ઘટનાઓ બનતી હોય તો પાછો લઈ શકીએ છીએ.
મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગુજરાતની ડેરીના કેટલાય ચેરમેનો ત્યાં ગયા હતા હવે આ કૃત્ય કોણે આચર્યું છે, તે તો તપાસનો વિષય છે. તેવું હાલ તો આણંદ અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ જણાવી રહ્યા છે. પરંતુ આવી ઘટનાને લઈને વિદેશમાં ભારતીયોનું નામ અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓનું નામ ખરાબ થઈ રહ્યું છે.
ADVERTISEMENT