રજનીકાંત જોશી/દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ફરી પાછા આવીને કાળિયા ઠાકોરના દર્શન કરતા હોય છે અને મનમાં નક્કી કર્યા મુજબ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને આભાર પ્રગટ કરતા હોય છે. ત્યારે બે ભક્તો દ્વારા આજે સોમવારે ભગવાન કાળિયા ઠાકોરના ચરણોમાં સોનાના બે હાર અર્પણ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બે ભક્તોએ 22 અને 6 તોલાના હાર અર્પણ કર્યા
દ્વારકાધીશ મંદિરમાં આજે બે અલગ અલગ ભક્તો દ્વારા સોનાના હાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક ભક્ત દ્વારા 220 ગ્રામ એટલે કે 22 તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો. હાલના 22 કેરેટ સોનાના ભાવની બજાર કિંમત મુજબ આ હારની અંદાજિત કિંમત 12 લાખ રૂપિયાથી વધુ થાય છે. તો અન્ય એક ભક્ત દ્વારા 6 તોલાનો સોનાનો હાર ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3.50 લાખ જેટલી થાય છે.
ADVERTISEMENT