વડોદરા: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે માતા-પિતા પણ બાળકો સાથે ફરવા માટે જતા હોય છે. આ વચ્ચે ખેડાના મહેમદાવાદમાં પિકનિક મનાવવા આવેલા 2 બાળકોના ચેકડેમમાં ડૂબી જતા કરુણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા જ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાની મદદથી મૃદતેહોને બહાર કાઢવામાં આવ્યા છે. બંને બાળકો પરિવારના એકના એક પુત્ર હતા એવામાં તેમના મોતથી પરિબાર હીબકે ચઢ્યો હતો.
ADVERTISEMENT
પાંચ મિત્રો પિકનિક મનાવવા માટે ગયા હતા
વિગતો મુજબ, મહેમદાવાદના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક સિંઘરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા આવ્યા હતા. પાંચેયે અહીં નદી કિનારે પોતાની બેગ મૂક અને નાહવા માટે પડ્યા હતા. જેમાં 19 વર્ષના સાગર રોહિત અને 17 વર્ષના સોહન રોહિતનું ચેકડેમના પાછળના ભાગમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહો કબજે કરીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એકના એક પુત્રના મોતથી પરિવાર આઘાતમાં
પાણીમાં ડૂબી જતા મોતને ભેટેલા સાગર અને સોહન પરિવારમાં એકના એક પુત્ર હતા. સાગરને એક બહેન છે અને સોહનને બે બહેન છે. સોહનનું ધો.12નું પરિણામ આવવાનું હતું. જ્યારે સાગરને આણંદમાં BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. બંને યુવકોના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હોસ્પિટલ ખાતે પરિજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
ADVERTISEMENT