જૂનાગઢ: ગેંગસ્ટરના ભાઈની હત્યા, આરોપીએ પિતાનો બદલો લેવા 8 વર્ષથી ચપલ ન પહેરવાની માનતા રાખી હતી

ભાર્ગવી જોશી/ જૂનાગઢ: ધૂળેટીની રાત્રે જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં આવેલા રવની ગામમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. જેમાં ગામમાં ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાના પિતરાઈ ભાઈ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/ જૂનાગઢ: ધૂળેટીની રાત્રે જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં આવેલા રવની ગામમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. જેમાં ગામમાં ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાના પિતરાઈ ભાઈ સલીમ સાંઘની જાહેરમાં ગોળી મારીને ઘાતકી હત્યા કરી નખાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ખુલાસો થયો હતો કે બેમાંથી એક આરોપીએ પિતાની હત્યાનો બદલો લેવા ચપલ ન પહેરવાની માનતા રાખી હતી.

શું હતો મામલો?
રવની ગામમાં રહેતો સલીમ સાંઘ મોડી રાત્રે મિત્ર સાથે ખેતરથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બે બુકાની ધારી ઈસમોએ સલીમ સાંઘ સાથે બાઈક અથડાવીને તેને પાડી દીધો અને બાદમાં તેના પર ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. એકથી વધુ વખત ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આ બાબતની જાણ થતા જ ગામ લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા અને સલીમને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સુરત: Ludoમાં પૈસા હારી જતા સગીર 4.10 લાખ ચોરીને મુંબઈ ભાગ્યો, મોજશોખ પૂરા કરી ભીખારીઓને દાન કર્યું

8 વર્ષ પહેલાની હત્યાનો બદલો લેવા મર્ડર કર્યું
પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે ફરાર બંને આરોપીઓની ઓળખ કરીને ઝડપી લીધા હતા. વંથલી તાલુકાના જ ટીકર ગામમાંથી મુખ્ય આરોપી લતીફ અલ્દુલ સાંધ અને તેનો મિત્ર મુસ્તાફ હનીફ ઝડપાયા હતા. ખાસ વાત છે કે મૃતક સલીમ સાંધ પર લતીફના પિતાની હત્યાનો આઠ વર્ષ પહેલા આરોપ લાગ્યો હતો. ત્યારથી લતીફે પિતાની હત્યાનો બદલો લેવા ખુલ્લા પગે ચાલવાની માનતા રાખી હતી. જે ઉતારવા માટે સલીમની હત્યા કરી નાખી. સલીમ પર ધડાધડ ગોળીઓનો વરસાદ કરીને આરોપીઓ તે મર્યો નહીં ત્યાં સુધી ઊભા રહ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp