અમદાવાદ: 37 વર્ષીય NRI મહિલા તેના જોડિયા બાળકોને તેની સાથે યુ.એસ. લઈ જવા માટે ભારત આવી હતી – બાળકોના સ્થળાંતરની શરતે તેણી પાસે કાયદેસરની કસ્ટડી હોય છે. પરંતુ 14 વર્ષના બાળકોએ માતાને મળવાનો પણ ઇનકાર કરી દીધો. જેથી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે દરમિયાનગીરી કરવી પડી અને માતા અને બાળકો વચ્ચે મુલાકાત કરાવાનો આદેશ આપ્યો છે. બાળકોની કસ્ટડી માટે મહિલા સાથે કાયદાકીય લડાઈમાં રહેલા બાળકોના દાદાએ તેની સંમતિ આપી દીધી છે. આ મુલાકાત પરિવાર જ્યાં રહે છે તે ઉત્તર ગુજરાતના કલોલ શહેરમાં કાનૂની સહાય સેવા સમિતિની ઓફિસમાં થશે.
ADVERTISEMENT
2014માં મહિલા બાળકોને છોડી અમેરિકા ગઈ હતી
મહિલા એડવોકેટ ગિરીશ દાસના જણાવ્યા અનુસાર, તે બે વર્ષ પછી 2014માં સ્ટુડન્ટ વિઝા પર યુ.એસ ગઈ હતી. તેના પતિનું હાર્ટ એટેકથી મોત થયું. તે સમયે બાળકો છ વર્ષના હતા. તેના સસરા, જેઓ યુએસમાં રહેતા હતા, તેમના પુત્રના મૃત્યુ પછી ભારત પરત ફર્યા હતા અને બાળકોની સંભાળ રાખી રહ્યા હતા.
માતા જતી રહેતા દાદાએ મેળવી બાળકોની કસ્ટડી
2015 માં, મહિલાના સસરાએ તેમના પૌત્રોના પાલક તરીકેનો દાવો કરતી અરજી કોર્ટમાં કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકોની માતા તેમને તરછોડીને સારા ભવિષ્ય માટે અમેરિકા જતી રહી છે. જેથી ગાંધીનગર જિલ્લાની અદાલતે 2020 માં દાદાને જોડિયા બાળકોના કાયદેસર વાલી જાહેર કર્યા હતા. હાલમાં હ્યુસ્ટનની રહેવાસી મહિલાએ દાદાને બાળકોની કસ્ટડી આપવાના નીચલી કોર્ટના આદેશને પડકારતાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે તેની અપીલ પેન્ડીંગ હતી.
વર્ષો બાદ બાળકોને લેવા આવી માતા
મહિલાએ ભારતીય મૂળના યુએસ નાગરિક સાથે લગ્ન કર્યા, અને બાળકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી. જેના અંતે, તેને બાળકોની કાયદેસરની કસ્ટડીનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર હતી. જો કે, તેના સસરા બાળકોના કાયદેસર વાલી હતા. ઓક્ટોબર 2022 માં જ્યારે તે તેના પતિ સાથે ભારત આવી ત્યારે દાદાએ બાળકોને લઈ જવાની તેની માંગનો વિરોધ કર્યો. આથી તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, એક હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી મહિલાએ ફરિયાદ કરી તે તેના સસરા બાળકોને મળવા દેતા નથી. જ્યારે કોર્ટે બાળકો અને તેમના દાદાને બોલાવ્યા અને બાળકોની પૂછપરછ કરી, ત્યારે ન્યાયાધીશોએ નોંધ્યું, “એવું લાગે છે કે બાળકો તેમની માતાને મળ્યા નથી, તેથી તેઓ તેને મળવા તૈયાર નથી.” કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો કારણ કે બાળકો તેમની માતા સાથે જવા માટે તૈયાર ન હતા અને તેમણે દાદાને વાલીપણાના હકો આપવાના નીચલી અદાલતના આદેશ સામે અપીલને આગળ વધારવા કહ્યું હતું.
ADVERTISEMENT