ગુજરાત રાજ્યના 15 જિલ્લામાં આજે મંગળવારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. અત્રે નોંધનીય છે કે 5 ઓગસ્ટ પછી ફરીથી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેના પરિણામે રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાત બાજુ અતિભારે વરસાદ ખાબકી શકે છે. વળી આ ચોમાસાના સિઝનની વાત કરીએ તો અત્યારસુધી 75 ટકા વરસાદ પડી ગયો છે. આની સાથે જ હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વધારે છે.
ADVERTISEMENT
એક મહિના પછી ફરીથી મેઘતાંડવ સર્જાશે
જુલાઈ મહિનામાં જે પ્રમાણે વરસાદે તારાજી સર્જી હતી હવે ફરીથી નવી મોનસૂન સિસ્ટમ સક્રિય થતા એક મહિના પછી ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 10 તારીખે પડેલા અતિશય વરસાદના કારણે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. તેવામાં ગવે અસહ્ય બફારામાંથી શહેરીજનોને રાહત મળી શકે છે.
ખેડૂતોના પાક સામે સંકટ
ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ ધોધમાર વરસાદ ખાબકી શકે એવી આગાહીએ ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. હવે 8,9,10 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકશે ઉલ્લેખનીય છે કે આ સિઝનના વરસાદના કારણે ઘણી તારાજી સર્જાઈ છે અને બીજી બાજુ જો ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ તો ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની પ્રબળ સંભાવના છે.
ADVERTISEMENT