ગાંધીનગર: મંદિરને પવિત્ર માનવામાં આવે છે અને મંદિરમાં લોકો દાન કરી અને પુણ્ય કમાય છે. પરંતુ ગાંધીનગરના માણસા ખાતે આવેલું મહુડી મંદિરમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહુડી મંદિરના ટ્રસ્ટીઓએ જ મંદિરમાં હાથફેરો કરી લીધો. ટ્રસ્ટીઓએ મંદિરમાંથી સોનાના વરખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને માણસા પોલીસ કાયદેસર ફરિયાદ દાખલ કરીને નિલેશ કાંતિલાલ મહેતા અને સુનિલ મહેતાની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
યાત્રાધામ મહુડીમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા 45 લાખ રૂપિયાની સોનાનું વરખ એમ જ એક સોનાની ચેનની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. આ બંને ચોર ટ્રસ્ટીઓ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે.
ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય દેરાસર આવેલું છે. આ દેરાસર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. પૌરાણિક કાળમાં આ સ્થળને મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રોમાંનું એક છે જે પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દેરાસરનું સંકુલ લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. ત્યારે આ પવિત્ર સ્થાનમાં ચોરી થતાં ખળભળાટ મચ્યો છે. ફરિયાદી ભુપેન્દ્ર વોરા આપેલી માહિતી પ્રમાણે, આરોપીઓ ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટીઓ તરીકે કાર્યરત હતા તે સમયે મંદિરના સોનાના વરખમાંથી આશરે 700 થી 800 ગ્રામ સોનાની વરખ કે જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા થાય છે જેમાં આરોપી નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ વરખની ચોરી કરી હતી.
પૈસા ચોરી અને રૂમાલમાં છુપાવ્યા હતા
ભગવાન દાદાને ચડાવવામાં આવેલ સોનાની વરખ તે ચડાવ્યા પછી ડોલમાં મૂકવામાં આવે છે.તથા તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં જ સોનાની વરખ ડોલમાં ભંડાર રૂમમાં મૂકવામાં આવે છે. જ્યારે બંધ રૂમમાંથી ડોલ કાઢવામાં આવે ત્યારે તમામ ટ્રસ્ટીઓ હાજર હોવું જરૂરી હોય છે, પરંતુ આ લોકોએ પોતાની રીતે જ સોનાના વરખની ડોલ તેમજ સોના ચાંદીની લગડીઓ બહાર કાઢેલી હતી અને એકાઉન્ટની ઓફિસમાં લઈ જઈને અન્ય લોકોને જમવા જવાનું કહીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે રોકડ રકમની ચોરી કરતાં હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેમાં આરોપી રૂમાલની અંદર રૂપિયાનું બંડલ લઈને કોઠાર રૂમમાં ફરતા દેખાય છે.
આ પણ વાંચો: ગામના સરપંચે જ મહિલા ઉપર ગુજાર્યો બળાત્કાર? અશ્લીલ તસવીરો વાયરલ થતાં મચ્યો હોબાળો
મંદિરમાંથી પ્રસાદ બહાર લઈ જવા પર પ્રતિબંધ
મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું મુખ્ય દેરાસર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું દેરાસર આરસપહાણથી બનેલું છે. જૈન તેમજ અન્ય સમાજના હજારો યાત્રાળુઓ અહીં વર્ષ દરમ્યાન દર્શન-મુલાકાતે આવે છે જેઓ ચોક્કસ અહીંની પ્રખ્યાત સુખડીનો પ્રસાદ આરોગે છે. મહુડીમાં એવી માન્યતા છે કે સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT