બનાસકાંઠામાં ટ્રક – ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મૃત્યુમાં કેસમાં પણ સતત વધારો તહી રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ…

બનાસકાંઠામાં ટ્રક - ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

બનાસકાંઠામાં ટ્રક - ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મૃત્યુમાં કેસમાં પણ સતત વધારો તહી રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના શેખલા ગામ નજીક હાઇવે પર એક કાળમુખી ટ્રક નાં ચાલકે ઈકો કારને ટક્કર મારતા તેમાં સવાર ચાર મુસાફરો પૈકી બે ના ઘટના સ્થળે જ્યારે અન્ય બે ના પાલમનપુર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જોકે મોડી રાત્રે થયેલા આ અકસ્માતથી હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાસકાંઠાના અમીરગઢ ખાતે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને લઈ રસ્તા પર ટ્રાફિક જઆમ થયો હતો. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોચી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત મામલે અમીરગઢ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી.પીઆઈ એમ.આર.બારોટ તપાસ કરી રહ્યા છે.

આ અકસ્માતની ઘટનાનું ચોંકાવનારું કારણ પ્રાથમિક તપાસમાં એ બહાર આવ્યું છે કે અમદાવાદ થી આબુરોડ જતો હાઇવે વરસાદને કારણે ક્ષતીગ્રસ્ત બન્યો છે. જેના રીપેરીંગનું કામ ચાલુ હોવાથી પાલનપુર થી આબુરોડ જતો હાઇવે એક તરફી બંધ કરી ચિત્રાસણી થી ડાયવર્ઝન અપાયું છે.જેથી હાલ આબુરોડ થી ચિત્રાસણી – પાલનપુર આવતો હાઇવે ચાલુ છે. જેમાં પોતાના મિત્રો સાથે ગઇકાલે સવારે ઇકો કાર લઇ પાલનપુરનાં વિવિધ ગામોના ચાર યુવાનો માઉન્ટ આબુ ફરવા ગયા હતા.જે બાદ માઉન્ટ આબુ થી પરત પાલનપુર જતા હતા. આ દરમ્યાન અમીરગઢ નાં ચેખલાં ગામ પાસે સામેથી આવતા ટ્રક સાથે આ ઇકો કાર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો.અને ચાર મિત્રો કાળનો કોળિયો બન્યા હતા.

આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર ચાર મિત્રો જ્યારે પાલનપુર પરત આવી રહ્યા હતાં,ત્યારે રસ્તો વન વે હતો.અને સામે થી પણ વાહનો આવતા હતા.જેમાં ઇકો કાર ચાલકની સામે થી યમદૂત બની આવતા ટ્રક ચાલકે ગફલતભરી રીતે કાર ને ટક્કર મારતા કા નો ખુરદો બોલી ગયો હતો. અને ચાર યુવાનો મોતને ભેટ્યા હતાં

આ યુવાનોએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
મહંમદ તારીફ
રીજવાન
ઈશાકભાઇ
મહંમદ સોએબ

તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવા માંગ ઉઠી
આ મામલે ડાયવર્ઝન આપતા તેમજ મુખ્ય હાઇવેનો એક તરફી રસ્તો ચાલુ હોય ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત નોંધાયો છે. જો ડાયવર્ઝન ન અપાય હોત અને હાઇવે ખુલ્લો રહ્યો હોત તો આ અકસ્માત ન સર્જાયો હોત. અને નિર્દોષ યુવાનો નો જીવ બચ્યો હોત. જેથી આવા વધુ અકસ્માતો ન સર્જાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ક્ષતિગ્રસ્ત હાઇવે ની તુરંત કરાવે અને જિલ્લા કલેકટર પણ તાત્કાલિક આ કામમાં યોગ્ય આદેશ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

    follow whatsapp