ધનેશ પરમાર, બનાસકાંઠા: સસ્પેન્સ ફિલ્મો અને સિરિયલો જોઈ અનેક ગુનેગારો તેવીજ પદ્ધતિ અપનાવી નિર્દોષ લોકોને બ્લેકમેઇલ કરી લૂંટતા હોય છે.ત્યારે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે ફિલ્મી તરકીબ અજમાવી એક યુવતી તેમજ એક પત્રકાર સહિતની ટોળકીએ ભાભર સેવા સહકારી મંડળીનાં સંચાલકને પ્રથમ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.જે બાદ તેને ધમકાવી,બ્લેમેઇલ કરી અને 7.64 લાખ રૂપિયા પડાવી લીધા.
ADVERTISEMENT
જોકે આબરૂ જવાની બીકે પીડિતે ઝેર પી આત્મહત્યાની કોશિશ કરી હતી.જે બાદ સમગ્ર મામલો બહાર આવતાં પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
જેસુંગભાઈ ચમનભાઈ ઠાકોર ભાભર સેવા સહકારી મંડળી ચલાવે છે. તેમને આ વિસ્તારના નવા ગામના જશવંત સિંહ મુકેશભા રાઠોડ, જલુભા વનુભા રાઠોડ,વાસુભા ભોજુભા રાઠોડ નામના વ્યક્તિઓએ કાવતરું કરી એક યુવતીની મદદથી જેસુંગભાઇ ઠાકોરને હનીટ્રેપ માં ફસાવ્યા હતા.અને તે બાદ વીડિયો – ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી,તેમની પાસેથી 7.64 લાખ રૂપિયા પડાવી લીધા. પૈસા લીધા બાદ પણ પજવણી સતત શરૂ રહી અને કંટાળી પીડિતે ઝેરના પારખાં કર્યા. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.જેમાં ભાભર પોલીસે આરોપી જશવંત સિંહ રાઠોડ પાસે થી રૂપિયા 50 હજાર ,વાસુભા ભોજુભા રાઠોડ પાસેથી રું 80 હજાર નો મુદ્દામાલ કબજે કરેલ છે .આ તમામના 6 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: આ તો UP પોલીસ છે ભાઈ… MPમાં ગેંગસ્ટર અતિક અહેમદની વાનનો અકસ્માત, સામે આવ્યો LIVE વીડિયો
અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનુ અનુમાન
આ ઘટનાને લઈને આરોપીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.જેમાં વાંધાજનક પુરાવાઓ મળ્યા છે.જેમાં સહઆરોપીઓ કિંજલ રાઠોડ, વિપુલ સોલંકીનાં નામ પણ ખુલ્યા છે.જેમાં અન્ય આરોપી નરેન્દ્ર સિંહ ઉર્ફે ભોટીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અનેક લોકોને હનીટ્રેપ માં ફસાવ્યા હોવાનુ જણાય છે. જે દિશામાં તપાસ ચાલુ છે.જો કોઈ વ્યક્તિ આ આરોપીઓની માયાજાળમાં ફસાઈ લૂંટાઈ હોય તો તુરત પોલીસ સ્ટેશન નો સંપર્ક કરે તેવી અપીલ પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT