મોડાસા ટાઉન-રૂરલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલી

અરવલ્લીઃ જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં જિલ્લા પોલીસ વડાએ 2 PI અને 2 PSIની બદલી કરી દીધી છે. સાયબર સેલમાંથી…

gujarattak
follow google news

અરવલ્લીઃ જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં જિલ્લા પોલીસ વડાએ 2 PI અને 2 PSIની બદલી કરી દીધી છે. સાયબર સેલમાંથી કેટલાક અધિકારીઓની બદલી મોડાસા ટાઉનમાં કરવામાં આવી છે. ડી કે વાઘેલાની સાયબર સેલમાંથી મોડાસા ટાઉનમાં બદલી કરવામાં આવી છે. આની સાથે સાયબર સેલમાં પણ ઘણા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો આ અંગે વિગતવાર માહિતી.

અધિકારીઓની બદલી…
અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસના વડાએ સાયબરસેલ, મોડાસા ટાઉન, મોડાસા રૂરલ અને એલ.આઈ.બીમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરી દીધી છે. આ દરમિયાન 2 PI અને 2 PSIની બદલી કરાઈ છે. જેમાં ડી કે વાઘેલાની સાયબર સેલમાંથી મોડાસા ટાઉનમાં બદલી થઈ છે.

  • એ.આઈ.ચાવડાની LIBમાંથી સાયબર સેલમાં બદલી કરાઈ છે.
  • બી.એસ.ચૌહાણની મોડાસા ટાઉનમાંથી મોડાસા રૂરલમાં બદલી કરાઈ છે.
  • સી એફ રાઠોડની મોડાસા રૂરલમાંથી મેઘરજ સેકન્ડ પી એસ આઈ તરીકે બદલી કરવામાં આવી છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp