ગોપી ઘાંઘર.અમદાવાદઃ આ વીડિયો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનો છે. જ્યારે ટ્રેન અમદાવાદથી મુંબઈ માટે રવાના થઈ રહી હતી ત્યારે આ તે સમયનો વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી ત્યારે એક અધિકારી ચાલુ ટ્રેનમાં ચઢવા જતા લપસી પડ્યા હતા. જોકે તેઓ સદભાગ્યે બચી જતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતા સીસીટીવી પણ સામે આવ્યા છે. અહીં બંને વીડિયો દર્શાવ્યા છે. એકમાં આપ સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો અને અન્ય એક વાયરલ થયેલો વીડિયો છે.
ADVERTISEMENT
મેન્યુઅલ દરવાજો ખટખટાવી ખોલાવ્યો
વાસ્તવમાં આ વીડિયો 26 જૂનનો છે, જ્યારે ટ્રેન બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી. તે જ સમયે મુંબઈ સર્કલના ડેપ્યુટી સીપીઆઈ (ક્રોસ-પ્લેટફોર્મ ઈન્ટરચેન્જ) અભિનાશ તુતાડે, જેઓ ટ્રેનમાં ચઢવાનું ચૂકી ગયા હતા. વીડિયોમાં તે દોડતા જોવા મળ્યા હતા. તેઓ પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ વંદે ભારત ટ્રેનના તમામ દરવાજા બંધ હતા. વાસ્તવમાં વંદે ભારત ટ્રેનના તમામ દરવાજા ઓટોમેટેડ છે. જો કે, વંદે ભારત ટ્રેનમાં એવી જોગવાઈ છે કે છેલ્લો ગાર્ડનો દરવાજો મેન્યુઅલ રહે. જે મેન્યુઅલી ખોલી શકાય છે. જ્યારે સીપીઆઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે અંદર હાજર વ્યક્તિ દ્વારા તે પણ ખોલવામાં આવ્યો હતો અને અભિનાશ તુતાડે તેમાં ચઢવા ગયા હતા. જોકે અભિનાશ તુતાડે બેસી શક્યા ન હતા અને ત્યાં સુધીમાં ટ્રેને ખૂબ જ ઝડપ પકડી લીધી હતી. જેના કારણે તેમનો પગ લપસી ગયો અને તેમની સાથે આ પ્રકારનો અકસ્માત થયો હતો.
જોકે આ અરસામાં આસપાસના લોકો પણ ત્યાં દોડી આવે છે અને તેમની મદદ કરે છે. વાસ્તવમાં આ વીડિયો સુરતના એક ગ્રુપ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવ્યો હતો. આ થોડા લોકો વિઝાના કામ માટે અમદાવાદ આવ્યા હતા. અને સુરત જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. એટલા માટે અહીંથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી. આ જ લોકોએ આ ટ્રેનનો વીડિયો બનાવ્યો પરંતુ તે જ સમયે CPT (TC) સાથે અકસ્માત થયો.
આ તકે અભિનાશ તુતાડેનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો મોબાઈલ બંધ છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો ચાલતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં જીવ ગુમાવે છે. સદનસીબે, અભિનાશ તુતાડે બચી ગયા હતા.
ADVERTISEMENT