શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરા તાલુકાના અમદાવાદ હાઈવે પાસે આવેલા વેગનપુર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી ગાયોનું ઝુંડ પસાર થઈ રહ્યું હતું. ત્યારે ટ્રેનની અડફેટે 12 જેટલી ગાયો ગંભીર પ્રકારે ઘવાઈ હતી. જેથી રેલવે તંત્રના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક કરુણા એમ્બ્યુલન્સ 1962 એનીમલ કેરને કોલ કરી જાણ કરતાં કરુણા એનિમલના પાયલોટ ભુપેન્દ્રસિંહ પટેલ અને ડોક્ટર શૈલેષ પંચાલ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને ગાયોને સારવાર પૂરી પાડી હતી. જેમાંથી 3 જેટલી ગાયોને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવી હતી. જ્યારે 9 જેટલી ગાયોનું ઘટનાસ્થળ ઉપર કરુણ મોત થયું હતું.
ADVERTISEMENT
દિલ્હીની શાળાના આચાર્યો ગુજરાતમાં ટ્રેનિંગ માટે આવશે, IIM દ્વારા અપાશે ટ્રેનિંગ
ગંભીર રીતે ઘાયલ ગાયોને મળી સારવાર
પંચમહાલ જિલ્લામાં અબોલા પશુઓ માટે જીવાદોરી ગણાતી અને ગુજરાત પશુપાલન વિભાગની સંલગ્નથી ચાલતી GVK EMRI કરુણા એમ્બ્યુલન્સ 1962 એનિમલ પશુઓ માટે વરદાન રૂપ બની રહી છે. ત્યારે ગોધરા તાલુકાના વેગનપુર ગામે ગાયોનું ઝુંડ કોઈ ટ્રેનની અડફેટમાં આવતા ગંભીર રીતે ઘવાયેલી છે. જેવી જાણ ગોધરા રેલવે વિભાગના પોલીસ કર્મચારીઓએ ફોન દ્વારા કરતા, કોલ મળતાની સાથે જ કરુણા એનિમલના પાયલોટ ભુપેન્દ્રસિંહ પટેલ અને ડોક્ટર શૈલેષ પંચાલ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્ત ગાયોને સારવાર આપી હતી. જેમાંથી 3 જેટલી ગાયોને તાત્કાલિક યોગ્ય સારવાર મળતા મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. જ્યારે 9 જેટલી ગાયોનું ઘટનાસ્થળ ઉપર કરુણ મોત થયું હતું. જ્યારે મોતના મુખમાંથી બચાવેલી 3 ગાયોને ગોધરાના પાંજરાપોળ ખાતે આવેલી પરવડી ખાતે ખસેડવામાં આવી હતી. રેલવે પોલીસે તેમજ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ આ કાર્યમાં GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 સેવા સાચા અર્થમાં ગાયો માટે વરદાનરૂપ સાબિત થઈ હતી.
ADVERTISEMENT