નવસારીઃ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નવસારી ખાતે આદિવાસી સમાજ દ્વારા ખાસ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નેશનલ હાઈવેથી કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીં તેઓ આદિવાસી સમાજની પડતર માગોને લઈને રસ્તા પર બેસી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જોકે આના કારણે કલેક્ટર કચેરી સામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. નોંધનીય છે કે અહીં ટ્રાફિક એટલો બધો હતો કે લોકોના વાહનોની 2 કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. આ ટ્રાફિક જામને પહોંચી વળવા માટે લગભગ 1 કલાકથી વધારેનો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
આદિવાસીઓએ પડતર માગ સંતોષવા જણાવ્યું
પાર તાપી રિવરલીન્જ પ્રોજેક્ટ રદ કરતા શ્વેતપત્રની માગની સાથો સાથ ભારતમાલા અંતર્ગત સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વે રદ કરવાનો મુદ્દો આદિવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 15 દિવસ અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કોઈ આગેવાન આગળ ન આવ્યું
આદિવાસીઓ પોતાની માગને સંતોષવા માટે સતત દેખાવ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમને સમજાવવા માટે કોઈપણ અધિકારી સામે આવ્યા નહોતા. અહીં 30 મિનિટ સુધી લોકોએ ચક્કાજામ કર્યો હતો. જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા તો ખોરવાઈ પરંતુ આદિવાસીઓની માગ મુદ્દે કોઈ યોગ્ય તારણ આવી શક્યું નથી.
With input- રોનક જાની
ADVERTISEMENT