નીતિન ગોહિલ, ભાવનગર: રાજ્યભરમાં રખડતાં પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના મૃત્ય તેમજ અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે રાજ્યમાં પશુએ લોકોને હડફેટે લેવાની એક જ દિવસમાં બીજી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરના કારણે યુવાનો ભોગ લેવાયો છે.
ADVERTISEMENT
ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરના કારણે યુવાનો ભોગ લેવાયો છે. ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢરે યુવાનને હડફેટે લેતા મોત થયું છે. યુવાન પોતાની બાઇક લઈ જતો હતો એ દરમ્યાન રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મૃત્યુ થયું છે.
મહેસાણાના યુવાનનું મોત
29 વર્ષીય રવિભાઈ અમૃતભાઈ પટેલ નામના યુવાનનું રખડતા ઢોરે હડફેટે લેતા મૃત્યુ થયું છે. રવિ પટેલ મહેસાણાનો રહેવાસી અને હાલ ભાવનગરના કળિયાબીડ વિસ્તાર માં રહેતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હજુ રખડતાં ઢોર કેટલનો ભોગ લેશે તે જોવાનું રહ્યું અને તંત્ર કઈ પગલાં લેશે કે હતા તે જ સ્થિતિમાં રહેશે?
મહિલા પોલીસ કર્મીને પશુએ લીધા હડફેટે
રાજકોટ મવડી હેડ ક્વાર્ટરમાં જ જોવા મળ્યો ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. કાયદાનું રક્ષણ કરનાર જ રખડતા ઢોરનો શિકાર બન્યા છે. પૂજા સદાદડયા (LR) અને ગાયત્રી દેવમુરારી(PC) બન્ને મહિલા પોલીસ કર્મી મવડી હેડ ક્વાટરમાંથી પરેડ પૂરી કરી નીકળતાં હતા તે સમયે રખડતાં પશુએ ઇજાગ્રસ્ત કર્યા છે. બન્ને મહિલા પોલીસ કર્મીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાંઆવ્યા છે.
ADVERTISEMENT