અમદાવાદ : રાજ્યના કેટલાક સ્થળો પર મધ્યમ અને હળવા વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે જ મેઘરાજાએ અમદાવાદમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી.બપોરે સતત બે કલાક સુધી ધોધમાર અને તોફાની વરસાદ વરસ્યો હતો. જોતજોતામાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. બપોર બાદ શરૂ થયેલા વરસાદે માત્ર સાયન્સ સિટી અને બોડકદેવ જેવા વિસ્તારોમાં તો માત્ર એક જ કલાકના સમયમાં 3 ઇંચ જેટલો તોફાની વરસાદ વરસી ગયો હતો.
ADVERTISEMENT
બપોરે 4 વાગ્યે મોડી સાંજ જેવું વાતાવરણ સર્જાતા લોકોમાં કુતુહલ
વરસાદ એટલો તોફાની હતો કે, વિઝેબલિટી ખુબ જ ઘટી ગઇ હતી. સરેરાશ વરસાદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વિઝેબલિટી ઘટી જવાના કારણે એસજી હાઇવે પર આવેલા પકવાન નજીક બે ગાડીઓ ડિવાઇડર પર ચડી ગઇ હતી. શહેરના સાયન્સસિટી અને બોડકદેવ વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કાળા ડિબાંગ વાદળોના કારણે શહેરમાં સાંજે 4 વાગ્યે જ કે જાણે 7 વાગી ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ચાર વાગ્યે જ વાહન ચાલકો લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી.
શહેરના આટલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
શહેરના મકરબા, સરખેજ, એસજી હાઇવે, સેટેલાઇટ, જોધપુર, સાબરમતી, નરોડા, રાણીપ, વસ્ત્રાલ, બાપુનગર, ઇસનપુર, મણીનગર, બોપલ, બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. ભારે ઉકળાટ વચ્ચે પડેલા વરસાદના કારણે નાગરિકોને રાહત થઇ હતી. કડાકા ભડાકા સાથે વરસેલા તોફાની વરસાદના કારણે લોકોમા ડરનો માહોલ પણ ઉભો થયો હતો.
ADVERTISEMENT