અમદાવાદ : ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ મોટા ભાગના તમામ પક્ષો દ્વારા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. 17 નવેમ્બર એટલે કે આવતી કાલે બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. જો કે હજી સુધી કોંગ્રેસ દ્વારા કોઇ સ્થિતિ સ્પષ્ટ નથી થઇ. કોંગ્રેસે કુલ 38 બેઠકો પર ઉમેદવારો જ જાહેર નથી કર્યા.
ADVERTISEMENT
આવતી કાલે અંતિમ તારીખ ઉમેદવારો ક્યારે જાહેર થશે?
ભાજપ દ્વારા 17 નવેમ્બરે બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ માણસાથી જયંતી પટેલ, ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમિત શાહની હાજરીમાં ઘાટલોડિયા બેઠક પરથી પોતાની ઉમેદવારે નોંધાવી હતી. આ ઉપરાંત પ્રભાતચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધીનો ભવ્ય રોડ શો પણ કર્યો હતો.
ભાજપ અને આપની સ્થિતિ લગભગ સ્પષ્ટ
જો કે ભાજપ અને આપ દ્વારા સ્થિતિ લગભગ સ્પષ્ટ કરી દેવાઇ છે. તેવામાં કોંગ્રેસ હજી પણ ક્યાં ભટકી રહી છે. 38થી વધારે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા નથી. તેવામાં કોંગ્રેસની તૈયારીઓ તો ઠીક ઉમેદવારો અંગેની રણનીતિ પણ સ્પષ્ટ નથી થઇ રહી. 24 કલાક જેટલા ઓછો સમય હોવા છતા પણ કોંગ્રેસ દ્વારા હજી સુધી સ્થિતિ સ્પષ્ટ કરવામાં નથી આવી.
ADVERTISEMENT