અમદાવાદ : ગુજરાત માટે સૌથી મોટો પડકાર રખડતા ઢોરનો છે. રખડતા ઢોર રસ્તો હોય, ટ્રેનના પાટા હોય કે પ્લેનનો રનવે દરેક સ્તરે નડી રહ્યા છે. તેવામાં હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને અનેક વખત ઢોરના કારણે રોકવી પડી અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનના અકસ્માતના પગલે રેલવે તંત્રએ અમદાવાદ-મુંબઇ વચ્ચે મેટલ ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. 200 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઇ વચ્ચે આકાર લેશે. જેમાં અમદાવાદથી રેલિંગ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સુરત સુધી લગાવવામાં આવશે.
ADVERTISEMENT
વંદે ભારત વારંવાર અકસ્માતના કારણે પરેશાની હતી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 30 સપ્ટેમ્બર-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી સ્પીડથી ચાલતી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન શરૂ થયાના બીજા જ દિવસે અમદાવાદના વટવા નજીક ટ્રેનને ભેંસ નડતા અકસ્માત સર્જાયો હતો અને આગળનો ફાઇબરનો આખો ભાગ તુટી પડ્યો હતો.
હાઇ સ્પીડ ટ્રેન હોવાથી સામાન્ય ટ્રેન કરતા ઝડપી પહોંચી જાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ખુબ જ હાઇસ્પીડ છે. તેવામાં ગણત્રીની સેકન્ડોમાં તે પસાર થઇ જાય છે. તેવામાં ઢોર કે અન્ય કોઇ વસ્તું આવી જાય તે સ્થિતિમાં ટ્રેનને ભારે નુકસાન પહોંચી ગયું છે. ટ્રેનના અલગ અલગ 7 સ્થળો પર અકસ્માત થયા. જેના પગલે હવે તંત્રએ સમગ્ર કોરિડોરને જ કવર કરવાનો નિર્ણય લીધો છે.
200 કરોડના ખર્ચે બેરિકેડ લગાવાશે
અકસ્માત નિવારવા માટે રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ બેરિયર લગાવાશે જેથી અકસ્માત નિવારી શકાય. આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ થશે તો તેને આગળ વધારવામાં આવશે.
ADVERTISEMENT