અમદાવાદ: TMC નેતા સાકેત ગોખલેને મની લોન્ડ્રિંગ મામલામાં કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

અમદાવાદ: TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત એસ. ગોખલે જેમની PMLA કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને નિયમિત જામીન આપવામાં આવ્યા છે. સિટિ સિવિલ…

gujarattak
follow google news

અમદાવાદ: TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત એસ. ગોખલે જેમની PMLA કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને નિયમિત જામીન આપવામાં આવ્યા છે. સિટિ સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા નિયમિત જામીન આપવામાં આવ્યા છે.

સાકેત ગોખલે, જેઓ જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકર્તા અને ભૂતપૂર્વ પત્રકાર પણ છે, તેમની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર દ્વારા 28 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર નોંધાયેલી અન્ય એક ફરિયાદ માટે તેમની કસ્ટડી 25 જાન્યુઆરી 2023 ના રોજ EDને સોંપવામાં આવી હતી.

આ કેસની વિગતો મુજબ, ED અનુસાર સાકેત ગોખલેએ ઓનલાઈન પ્લેટફોર્મ ‘Ourdemocracy.in’ અને Razorpay પર ચલાવવામાં આવતી ઝુંબેશ દ્વારા ક્રાઉડ ફંડિંગ દ્વારા સામાન્ય લોકો પાસેથી ભંડોળ એકત્ર કર્યું અને કથિત રીતે ક્રાઉડ ફંડિંગના હેતુને બદલે ક્રાઉડ ફંડિંગ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ અને તેના અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હતો. આથી તેમના વિરુદ્ધ PMLA ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમણે અગાઉ આ જ કેસમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી જેને ફેબ્રુઆરી, 2023માં સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

ગોખલેની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 ડિસેમ્બર, 2022 ના રોજ ડોનેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળના કથિત દુરુપયોગના સંબંધમાં દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર IPC કલમ 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ) અને 467 (બનાવટી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

 

    follow whatsapp