Vadodara News: વડોદરાના ડભોઈમાં નવરાત્રી મહોત્સવમાં એક ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરવા પર ખેલૈયાઓને મેદાન પર ગરબા રમવાની એન્ટ્રી આપવામાં નહીં આવે અને તેમને ત્યાંથી જ પાછા જવું પડી શકે છે. જી હાં, ડભોઈમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં યુવાઓએ કપાળ પર તિલક કરીને આપવવાનું રહેશે. નહીંતર તેમને એન્ટ્રી આપવામાં નહીં આવે.
ADVERTISEMENT
ધારાસભ્ય સંચાલિત ગરબા ગ્રુપનો નિર્ણય
ખાસ છે કે, ડભોઈનું ગઢભવાની કલ્ચરલ ગ્રુપ એ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે, લલાટ પર તિલક રાખનારને એન્ટ્રીનો નિર્ણય માત્ર હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર લેવાયો છે. કોઈ લઘુમતી કોમના લોકો અહીં ગરબા રમવા આવતા નથી. ડભોઈમાં હિન્દુઓ અને મુસ્લિમો પોત-પોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે છે.
દર વર્ષે હોય છે તિલક લગાવવાની પરંપરા
ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે 7000 જેટલા ખેલૈયાઓ રમે છે. આ તિલક લગાવવાની પરંપરા દરવર્ષે હોય છે માત્ર આ વર્ષે જ તેની ચર્ચા થઈ રહી છે. હિન્દુ ધર્મમાં તિલક લગાવવું એક પરંપરાનો ભાગ છે અને તિલક લગાવવાથી ગ્રહોની ઉર્જા સંતુલિત રહે છે તથા મન શાંત અને એકાગ્ર રહે છે.
(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT