રાજકોટ: શહેરની આજી જીઆઇડીસી ખાતે આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સામે કર્મચારીઓ પગાર અને પી. એફ લઈ છેલ્લાં કેટલાય દિવસોથી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવા પહોંચેલા ટોળામાં આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કાલે રાત્રિના અમૂલ ઇન્ડસ્ટ્રીઝનાં એમડીનાં ઘર બહાર કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણા દરમિયાન ત્રણ કર્મચારી દ્વારા સામૂહિક આત્મવિલોપનો પ્રયાસ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
રાજકોટમાં છેલ્લા મહિનાઓથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સામે કર્મચારીઓ મેદાને છે. પોતાના પગાર અને પી એફ મામલે લડત લડી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા નાનામૌવા સ્થિત સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં ધરણા શરૂ કર્યા હતા. અહીં પણ ત્રણેક કર્મચારીઓ આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બપોરે ત્રણ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મોડી સાંજે પણ એમડીના ઘર સામે ત્રણ જેટલા લોકોએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. કંપનીના એમડીના ઘરની બહાર બેઠેલા 50 કરતા વધારે કર્મચારીઓની પોલીસે અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: EXCLUSIVE: વિધેયકની કોપી, પેપરફોડનારની ખેર નથી, 1 કરોડનો દંડ 10 વર્ષ સજા
જાણો શું છે મામલો
રાજકોટની આજી GIDCમાં સ્ટવ બનાવતી અમૂલ ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં 450 જેટલા કર્મચારીઓનો છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવવાની સાથે PFના પૈસા પણ ખાતામાં જમા ન કરાવતાં એકાદ મહિના પહેલા જ 450 જેટલા કર્મચારીઓ કંપનીના માલિકના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો. ત્યાર બાદ કંપનીની સામે ભૂખ હડતાલ કરી હતી. એ સમયે પણ ચારેક જેટલા કમર્ચારીઓની તબીયત લડથતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને પગલે લેબર કમિશ્નર સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતુ અને કંપનીના માલિક તેમજ કામદારો વચ્ચે મધ્યસ્થી બનતા કંપનીના માલિકે લેબર કમિશ્નરને પ્રથમ પગાર જાન્યુઆરીમાં અને પછી મુદત મુજબ કરી આપવાનું જણાવ્યું હતું. લેખિત બાંહેધરી મુજબ પણ પગાર કરવામાં ન આવતાં રાજકોટ કલેકટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT