Dhuleti Festival In Gujarat: ગુજરાતમાં આજે ધુળેટીના પર્વની ખૂબ જ ધામેધૂમે ઉજવણી થતી જોવા મળી, એવામાં ભાવનગર, બનાસકાંઠાના ડીસા અને ખેડા જિલ્લાની નદીમાં ન્હાવા પડેલા યુવકોમાં મોત નિપજયાં છે, આ ઘટનામાં કુલ 8 યુવાનોનો મોત નિપજયાં છે, ફાયર વિભાગે યુવકોના મૃતદેહ શોધવા ને લઈ કાર્યવાહી હાથધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં કેવી રીતે લાગી આગ, જેમાં 13 લોકો દાઝ્યા; મુખ્યમંત્રીએ કહ્યું 'દુઃખદ'
ભાવનગરમાં ત્રણ યુવાનોના મોત
ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલ ચેકડેમમાં ત્રણ યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક યુવાનોમાં રવિ મકવાણા, મુકેશ મકવાણા, તેમજ અન્ય રવિ કુડેચાના નામ સામે આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃકં જાહેર કરવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનસકાંઠામાં બે યુવકો ડૂબી ગયા
બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધુળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે. આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
તળાવમાં નાહવા જતા પગ લપસ્યો
આજે ધુળેટીના પર્વએ 12 વિદ્યાર્થીઓના ગૃપ સાથે આવેલા 5 વિદ્યાર્થીઓ ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં નાહવા માટે પડેલા આ વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે 2 વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3નાં મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT