આજથી રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ, જાણો સમગ્ર કાર્યક્રમ

બ્રિજેશ દોશી, અમદાવાદ: આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં સરદારના સાનિધ્યમાં ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થશે. ત્યારે…

gujarattak
follow google news

બ્રિજેશ દોશી, અમદાવાદ: આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં સરદારના સાનિધ્યમાં ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થશે. ત્યારે ગાંધીનગર થી મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે બસમાં રવાના થાય છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 સભ્યો ચિંતન શિબિરમાં ભાગ લેશે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 7 ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે આનંદીબેન પટેલના કાર્યકાળમાં અને વિજય રૂપાણી ના કાર્યકાળમાં 1-1 ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ પહેલી ચિંતન શિબિર છે. જે 5 વર્ષ બાદ યોજાઈ રહી છે. સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન થતું હોય છે

આજનો કાર્યક્રમ
આજે સાંજે 4 વાગ્યા થી શિબિ નો પ્રારંભ થશે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શિબિરની શરૂઆત થશે. આ સાથે જ નાણાંમંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન. જ્યારે સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ થી આવેલા પરિવર્તન અને પડકાર પર ચર્ચા થશે. રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે

20 મે નો કાર્યક્રમ
20 મે એ સવારે 6 વાગે યોગ થી બીજા દિવસની શરૂઆત થશે. મંત્રીઓ તથા અધિકારિઓ બોટીંગ રિવર્રફટિંગ, જંગલ સફારી તથા સાયકલીગ કરશે. ત્યારે 10 વાગે વિકાસના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા સંબોધન કરશે. આ ઉપરાંત સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ તથા શિક્ષણ માં ગુણાત્મક સુધારો પર ચર્ચા થશે. સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે. સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. રાત્રે 8:15 કલાકે નર્મદા આરતી માં ભાગ લેશે

21 મે નો કાર્યક્રમ
21 મે એ સવારે 6 વાગે યોગ થી ચિંતન શિબિરના ત્રીજા દિવસની શરૂઆત થશે. ત્યારે બાદ 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓ ની ચર્ચા બાદની ભલામણ પર થશે પ્રેઝટેશન. બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકાર ના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકપર્ણ થશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન અને 2 વાગે શિબિર પૂર્ણ થશે

    follow whatsapp