Bharuch News: નવયુવકોના ખભા પર ભારતનું ભવિષ્ય હોવાની વાત કરીને રાજનેતાઓ સત્તા મેળવી રહ્યા છે ત્યાં નવયુવકની મૂળ તસવીર ખૂબ અલગ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આ જ સ્થિતિ ગુજરાતના નવયુવાનોની હોય તેવું આજે સામે આવેલા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.
ADVERTISEMENT
હોટલમાં ઈન્ટરવ્યુનું કરાયું હતું આયોજન
હકીકતમાં ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યા હજારો યુવાઓ
થર્મેક્સ કંપની દ્વારા માત્ર 10 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી હતી. જેના માટે અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ 10 ખાલી જગ્યા માટે ઈન્ટવ્યુ આપવા હજારોની સંખ્યામાં યુવાનો લોડર્સ પ્લાઝા હોટલ ખાતે પહોંચ્યા હતા.
રેલીંગ તૂટતા યુવાનો નીચે પડ્યા
હોટલ ખાતે ઈન્ટવ્યુ આપવા માટે યુવાનોની ભારે ભીડ જામી હતી. ભીડ એટલી ભારે હતી કે હોટેલની રેલીંગ પણ તુટી ગઈ હતી. કેટલાક યુવાઓ નીચે પણ પડી ગયા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
જુઓ વીડિયો
ઈનપુટઃ ગૌતમ ઼઼ડોડિયા, ભરૂચ
ADVERTISEMENT