ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે લાંબા સમયથી આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. ગુજરાતની ચૂંટણી આખરે આજે (03-11-2022) ના દિવસે જાહેર કરી દેવામાં આવી હતી. કુલ બે તબક્કામાં ચૂંટણીનું મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર, 2022 ના દિવસે અને બીજા તબક્કામાં 05-12-2022 ના દિવસે મતદાન થશે. જેનું પરિણામ 08-12-2022 ના દિવસે આવશે. જેથી 08 તારીખે ગુજરાતમાં કોની સરકાર બનશે તે નક્કી થશે. જો કે ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો હવે જીતના દાવાઓ સાથે દંભ ભરવા લાગ્યા છે.
ADVERTISEMENT
ચૂંટણી જાહેર થતા જ અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા
આ અનુસંધાને અસદુદ્દીન ઓવૈસી દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના મોરબીમાં જે દુર્ઘટના બની તે ખુબ જ દુખદ છે. આ ભાજપ સરકારની બેદરકારીનું ઉદાહરણ છે. આ પ્રકારની તો અનેક ઘટનાઓ બનતી જ રહે છે.
ભાજપ સરકારની ભયાનક બેદરકારીએ સેંકડો લોકોનો જીવ લીધો
ઓવૈસીએ કહ્યું કે, જો કે ભાજપ સરકારની ભયાનક બેદરકારીના કારણે મોરબી નહી સમગ્ર ગુજરાતમાં અનેક લોકો અકારણ પોતાના જીવ ગુમાવી ચુક્યાં છે. ગુજરાતમાં કોરોના દરમિયાન તો હજારો લોકો પોતાના જીવ ગુમાવવા માટે મજબુર બન્યા છે. ભાજપની આ બેદરકારીનો સૌથી વધારે ભોગ મુસ્લિમ, દલિત અને આદિવાસી બની રહ્યા છે. અમે આ લોકો માટે લડી રહ્યા છીએ. ગુજરાતમાં અમે તેમના હકનો અવાજ બનીશું.
ADVERTISEMENT