અમદાવાદ : કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જો કે પહેલા જ દિવસે મોટા પ્રમાણમાં લોકો ફ્લાવર શોમાં ઉમટી પડ્યા હતા. જેના પગલે સરકારે હવે રિવરફ્રન્ટનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
ફ્લાવર શોમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોમાં અનેક લોકો ઉમટી પડ્યા છે. નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ભીડ ઉમટી પડી હતી. તંદ્ર દ્વારા હરિહરાનંદ આશ્રમથી સરદાર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માર્ગ પરનો વાહન વ્યવહાર આશ્રમ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
G20 સમિટ ફ્લાવર શોમાં પણ છવાયેલું રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફ્લાવર શોમાં G20 સમિટ છવાયેલું છે.કોર્પોરેશન દ્વારા માત્ર અને માત્ર 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જેમાં સમગ્ર વિશ્વના અનેક જાતના ફ્લાવર ઉપરાંત ફ્લાવરમાંથી જ તૈયાર કરવામાં આવેલા વિવિધ સ્કલ્પચરનો નજારો માણવો લાઇફટાઇમ અનુભવ છે.
ADVERTISEMENT