નવસારી : પઠાણ ફિલ્મને જેહાદ સાથે જોડનારા સમાચારો પ્રસારિત કરવા અંગે યુટ્યુબ ચેનલના માલિક અને ભડકાઉ નિવેદન કરનારા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને જેહાદ સાથે જોડવા અને મોહમ્મદ પયંગબર સાહેબની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા સમાચારને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સાંપ્રદાયીક તણાવ પેદા કરવા અંગે મુસ્લિમ સમાજ આક્રોશમાં છે.
ADVERTISEMENT
સ્થાનિક યુટ્યુબ ચેનલના કારણે વાતવરણ તંગ બન્યું
ગુજરાતના નવસારીમાં એક સ્થાનિક યુટ્યુબ ચેનલ ચલાવનારા જિતેન્દ્ર પેલ અને તેમના ચેનલ પર પ્રસારિત કરતા એખ સમાચારમાં પુંડરીક મહારાજનાં નિવેદન મુદ્દે મામલો ગરમાયો છે. મોડી રાત્રે મુસ્લિમ સમાજના આશરે 500 થી વધારે લોકોએ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમણે ચેનલની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ફિલ્મ પઠાણથી શરૂ થયેલો વિવાદ મોહમ્મદ પયંગબર સુધી પહોંચ્યો
ચેનલમાં દેખાડવામાં આવેલા સમાચારમાં પુંડરીક મહારાજે ફિલ્મ પઠાણને જેહાદ સાથે જોડીને મોહમ્મદ પયંગબર સાહેબ પર અને મુસ્લિમ સમાજની મહિલાઓના હિજાબ અંગે પોતાના મંતવ્ય મુદ્દે લોકોમાં ભારે ગુસ્સો છે. સાંપ્રદાયિક તણાવના મામલાને જોતા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સમાચારને યુટ્યુબ પર પ્રસારિત કરનારી ચેનલના માલિક જિતેન્દ્ર પટેલ અને ભડકાઉ નિવેદન આપનારા પુંડરીક મહારાજ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
હાલ તો આ યુટ્યુબ ચેનલના પત્રકારે માફી માંગી
બીજી તરફ આ યુટ્યુબ ચેનલની ઓફીસ બંધ છે. માલિક અને સ્ટાફ સહિતના તમામ લોકો આક્રોશને જોતા ઓફીસ પર આવ્યા નથી. બીજી તરફ રિપોર્ટિંગ કરનાર રિપોર્ટરે ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને માફી માંગી છે. જો કે હજી સુધી પુંડરીક મહારાજ તરફથી કોઇ સ્પષ્ટતા આવી નથી. બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ગ્યાસુદ્દીન શેખે પણ આ મુદ્દે પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT