આ વખતે AAP ની સરકાર જ આવશે, પુરાવા સાથે મનીષ સિસોદીયાએ કર્યો મોટો દાવો

અમદાવાદ : દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. પોતાની ઉત્તર ગુજરાતની યાત્રા પુર્ણ કરીને અમદાવાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે,યાત્રાનો અનુભવ ખુબ…

gujarattak
follow google news

અમદાવાદ : દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. પોતાની ઉત્તર ગુજરાતની યાત્રા પુર્ણ કરીને અમદાવાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે,યાત્રાનો અનુભવ ખુબ જ સારો રહ્યો કુલ 14 વિધાનસભા વિસ્તારોમાં ફર્યો 14 સભાઓ આયોજીત કરી. શહેરો અને ગામડાઓમાં જવાનું થયું. 6 રોડ શો કર્યા અને 24 કરતા વધારે ગ્રામસભાનું આયોજન કર્યું. અલગ અલગ સંગઠનોએ પણ અમારી સાથે મુલાકાત કરી. પ્રદર્શનકર્તાઓએ પણ મુલાકાત લીધી. મીડ ડે મીલ, ખેડૂત, ગૌપાલક સહિત ગુજરાતમાં જેમને પણ અસંતોષ છે તે તમામ લોકો મળ્યા હતા.

સમગ્ર ઉતર ગુજરાતમાં માત્ર પરિવર્તન શબ્દ જ સંભળાય છે
સમગ્ર ઉત્તરગુજરાતમાં એક જ શબ્દ સંભળાય છે અને તે છે પરિવર્તન. હવે હદ થઇ ચુકી છે કે અને અમે કંટાળી ચુક્યા છીએ. એક ગુજરાતી વ્યક્તિએ રેસ્ટોરન્ટ પાસે મળ્યા અને જણાવ્યું કે, હવે થાકી ગયા છીએ. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું કામ દેખાઇ રહ્યું છે. તમે લોકો આવો. હવે લોકો 27 વર્ષથી કંટાળી ચુક્યા છે. અત્યાર સુધી કોઇ વિકલ્પ નહોતો પરંતુ હવે વિકલ્પ છે. લોકો મને લઇ જઇને શાળાઓ અને હોસ્પિટલોની બદહાલી દેખાડી હતી.

ભાજપે જે સરકારી હતી તેનું પણ ખાનગીકરણ શરૂ કર્યું
હું પાલનપુરમાં હતો ત્યારે એક સરકારી હોસ્પિટલમાં લઇ ગયા. મને કહ્યું કે, આ સરકારી હોસ્પિટલ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, અમે તેને ખાનગી બનાવવા માંગીએ છીએ માટે તે ખાનગી છે. અન્ય એક વિસ્તારમાં શાળા દેખાડવા માટે લઇ ગયા. અમારી જનસભા થવાની હતી તે જાણીને તત્કાલ સરકારી શાળાને કલર કરી દેવામાં આવ્યો અને સુંદર અને ચમકતી શાળા બનાવી દેવામાં આવી હતી.તેમને ખબર હતી કે આમ આદમી પાર્ટીવાળા આવશે માટે આ લોકો અમે જ્યાં જઇએ ત્યાં બારબાર કલર કરી નાખે છે.

આમ આદમી પાર્ટીની સરકાર આવે તે દરેક ગુજરાતીની અંતરની ઇચ્છા
સિદ્ધપુરમાં અમે ગયા ત્યાંના યુવાનો અમને લઇ ગયા જ્યાં 70 કરોડના ખર્ચે બનેલું એક બિલ્ડિંગ દેખાડ્યું. જે હાલ કચરાપેટી બની ચુક્યું છે. ત્યાં ન તો હોસ્પિટલ બની ન તો શાળા બની અને અત્યારે લોકો અહીં કચરો નાખે છે. જનતાના 70 કરોડ પણ ડુબી ગયા અને હોસ્પિટલ પણ ન મળી. પાંચ વર્ષમાં અરવિંદ કેજરીવાલ કરી શકતા હોય તો 27 વર્ષથી ભાજપ અહીં છે તેણે કેમ કાંઇ પણ કર્યું નથી. મારી યાત્રાતો ખુબ જ સારી રહી પરંતુ આ યાત્રા બાદ હું એટલું કહી શકું કે આપની સરકાર આવી રહી છે. ભાજપની વિદાય નક્કી છે. લોકો પણ સ્વિકારી રહ્યા છે કે, આપના આવવાથી અમને ખુબ જ મોટો ફાયદો થશે. ટુંક જ સમયમાં ચૂંટણી થવાની છે તેમાં આમ આદમી પાર્ટીને લોકો ખુબ જ પ્રેમ આપશે. ઉત્તર ગુજરાતમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. પાણી લોકોને નથી મળ્યું. લોકો વારંવાર નહેરો તુટવાના કારણે પરેશાન છે. 500 કરોડની જાહેરાત કરી પરંતુ ગૌશાળા સંચાલકોને એક પણ રૂપિયો નથી મળ્યો. સરકાર બજેટના 500 કરોડ દબાવીને બેઠા છે. પરંતુ અમને કંઇ પણ નથી આપી રહ્યા તેવો ગૌશાળા સંચાલકોનો આક્ષેપ છે.

    follow whatsapp