આ સમાજ AAP માટે સર્જશે મોટી મુશ્કેલી, હાર-જીત નક્કી આ લોકોના મતથી જ થાય છે!

ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ દરેક સમાજને મનાવવા માટે દરેક પાર્ટી સમાજના આગેવાનોને પડખે લેવા…

gujarattak
follow google news

ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ દરેક સમાજને મનાવવા માટે દરેક પાર્ટી સમાજના આગેવાનોને પડખે લેવા માટે પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત તે સમાજને ફાયદો થાય તેવી કેટલીક જાહેરાતો કરવા ઉપરાંત તેમની સમસ્યાઓને ઉપાડવા સહિતની મહેનત કામે લગાડી રહી છે.

2022 ની ચૂંટણી પહેલા ઠાકોર સમાજમાં ભારે રોષ
જો કે આગામી 2022 ચૂંટણી પહેલા ઠાકોર સમાજમાં આમ આદમી પાર્ટી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના ઓબીસીના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. નવઘણે જણાવ્યું કે, ગુજરાતમાં ઠાકોર સમાજની તમામ માંગણીઓ કોંગ્રેસ પાર્ટીએ સ્વીકારી લીધી છે. આગામી સમયમાં ઠાકોર તેમજ કોળી સમાજનું ચોટીલા મુકામે સંમેલન આયોજીત થવાનું છે. તે અગાઉ આપની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

કેજરીવાલ ઓબીસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ
કેજરીવાલ ઓબીસી અને એસટી, એસસી સમાજના વિરોધી હોવાનો નવઘણજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો. જો કેજરીવાલને ઠાકોર સમાજ પ્રત્યે એટલી લાગણી હોય તો ગુજરાતમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેત કરી દેવા માટે હાંકલ કરી હતી. જો કેજરીવાલ ઠાકોર સમાજમાં હામી હોય તો પંજાબમાં રાજ્યસભામાં જે ઉદ્યોગપતિને બદલે કોઈ ઠાકોર સમાજના ઉમેદવારને ઉભો રાખવો જોઇતો હતો.

આમ આદમી પાર્ટી સતામાં આવશે નહી માત્ર મત બગાડે છે
આમ આદમી પાર્ટી ગુજરાતમાં મફતની રેવડીઓ વેચે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતા પર આવાની નથી આમ નવઘણજીએ આપ તેમજ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ પ્રમુખ નવઘણજી ઠાકોરે અરવિંદ કેજરીવાલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

    follow whatsapp