અમદાવાદ : ભાજપ હાલ ચૂંટણીમાં ઐતિહાસિક જીતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. આગામી ચૂંટણીમાં અનેક એવી સીટો હશે જેમાંહારજીત યુવાનો દ્વારા નક્કી કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન 45 લાખ મતદારો એવા છે કે, જે પ્રથમ વખત મતદાન કરશે. આ યુવાનોને આકર્ષવા માટે વડાપ્રધાન સીધી જ વાત કરી શકે છે. આ પ્રયાસ અનુસંધાને સંગઠન સક્રિય થઇ ચુક્યું છે.
ADVERTISEMENT
યુવાનો પીએમ મોદીને ચાહતા હોવાના કારણે તેમની મદદથી આકર્ષીત કરાશે
યુવા મતદારો ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. જો કે ચૂંટણીમાં નવા 60 લાખ યુવાનો ઉમેરાયા છે. જે પૈકી 44.45 લાખ મતદારો 18 થી 23 વર્ષની વચ્ચેની ઉંમરના છે. જેના કારણે વિધાનસભાની ચૂંટણીની યુવાનોનાં મતદાનની પેટર્ન જોતા ભાજપ દ્વારા હવે આ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. યુવાનોમાં વડાપ્રધાન મોદીનો ચહેરો ખુબ જ ફેમસ છે. પીએમ મોદીનાં ચહેરા પર જ ભાજપ અડધી ચૂંટણી જીતે છે. તેવામાં યુવાઓને આકર્ષવા માટે આગામી સમયમાં ભાજપ યુવા દિનના દિવસે યુવા સંમેલનનું આયોજન કરશે.
યુવાઓને આકર્ષવા માટે ભાજપ પીએમ મોદીને મેદાનમાં ઉતારશે
હાલ તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ ખાસ કરીને યુવાઓને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. તમામ તૈયારીઓ પુર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ યુવાનોને એકત્ર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ પોતે હાજર રહે તેવી પુરી શક્યતા છે. આ અંગેની તડામાર તૈયારીઓ પણ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સંમેલન પુર્ણ થયા બાદ જિલ્લા સ્તરે પણ કાર્યક્રમો યોજવા માટે આદેશ આપવામાં આવી ચુક્યાં છે.
કુલ 60 લાખ યુવાનો આ વિધાનસભામાં મતદાન કરશે
અત્રે નોંધનીય છે કે, આ વિધાનસભા ચૂંટણી અગાઉ કુલ 60 લાખ નવા મતદારો જોડાયા છે. જે પૈકી 44 લાખથી વધારે તો માત્ર યુવાનો જ છે. જે પૈકી 21.15 લાખ યુવાનો અને 23.30 લાખથી વધારે યુવતીઓ છે. અને આ તમામનો ઉંમર વર્ગ 18 થી 23 વર્ષ વચ્ચેનો છે. જેથી યુવાઓના વર્ગને ભાજપ જવા દેવા માંગતા નથી. કારણ કે યુવાનો કોઇ પણ જાતી કે ધર્મ વગર મતદાન માત્ર વિચારોના આધારે કરતા હોય છે.
ADVERTISEMENT