અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે. વાવાઝોડુ હવે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા પોરબંદર,જામનગર ,જૂનાગઢ ,મોરબી અને રાજકોટમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરેવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે 6 જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ યોજી બેઠક
ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે રાજ્યની સ્થિતિનો ત્યાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો.
મંત્રીઓને સોંપવામાં આવી જવાબદારી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બીપોરજોઇ વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓ માં પહોંચવા ની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
દરિયો ગાંડોતૂર બન્યો
વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં ભારે વરસાદ થઇ શકે છે.વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દરિયો ગાંડોતૂર બન્યો છે.
શાળા પ્રવેશોત્સવ મોકૂફ
ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે આવનાર સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વાવાઝોડાને ધ્યાને લઈને છ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોકુફ રખાયો છે. જેમાં મોરબી, જામનગર, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાકીના જિલ્લાઓમાં બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. રાજ્ય સરકારે હવામાનની હાલત જોઈને આ નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT