અમદાવાદ : ગુજરાતના હાલના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પુર્ણ થઇ રહ્યો છે. તેવામાં ભાટીયાને એક્સટેન્શન મળશે કે પછી ગુજરાતને નવા DGP મળશે તેની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના 6 આઇપીએસના નામ સૌથી ટોપ પર છે. આશિષ ભાટીયા જુલાઇ 2020 માં ડીજીપી બનાવાયા હતા. હાલ જાન્યુઆરીમાં તેમનું એક્સટેન્શન પણ પુર્ણ થઇ રહ્યું છે. તેવામાં નવા ડીજીપી અંગે કેટલાક અધિકારીઓની ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
1987 બેચના આઇપીએસ અધિકારીઓ સૌથી આગળ
પોલીસ તંત્રમાં ચર્ચા એવી છે કે, 1987 બેચના આઇપીએસ અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની શક્યતા મહત્તમ છે. તેઓ માર્ચ 2023 માં નિવૃત થશે તેવામાં સરકાર તેમને બે મહિના માટે સરકાર તેમને ડીજીપી બનાવશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. 6 મહિનાનું એક્સટેન્શન આપીને તેમને ડીજીપી બનાવાય તેવી શક્યતા છે.
અતુલ કરવાલને ડીજીપી બનાય તેવી શક્યતા
સંજય શ્રીવાસ્તવ બાદ અધિકારી અતુલ કરવાલનું નામ પણ ચર્ચા છે. 1988 બેચના અતુલ કરવાલ કેન્દ્ર સરકારના ડિફેટેશન પર છે. એનડીઆરએફના ડીજીપી તરીકે કામગીરી કરી રહ્યા છે. 2023 માં ફરીથી ગુજરાતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. કરવાલ 1989 બેચના IPS અધિકારી છે વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલમ પ્રથમ પણ ડીજીપીની રેસમાં સૌથી આગળ છે.
ADVERTISEMENT