મોરબી: રાજ્યમાં દિવસેને દિવસે ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તસ્કરો જાણે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે મોરબીમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. મોરબીમાં એક સાથે 50 દુકાનોના તાળાં તૂટતાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠયા છે.
ADVERTISEMENT
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક ચેમ્બર તસ્કરોએ હાથ ફેરો કર્યો અને એકી સાથે 50 જેટલી દુકાનોના તાળા તુટ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ચોપડે ચાલતા પોલીસના નાઇટ પેટ્રોલીંગના લીરેલીરા ઉડી ગયા છે. ત્યારે બીજી તરફ તસ્કરો જાણે પોલીસને પડકાર ફેક્યો હોય તેમ દુકાનોને નિશાના પર લીધી હતી. તસ્કરોએ જ્યાં ધાડ પડી છે તે સીરામીક ચેમ્બરમાં ટાઇલ્સ અને સીરામીક રો-મટીરીયલ્સના વેપારીઓની ઓફીસો છે
હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ
મોરબીમાં ગઈકાલે રાત્રે પોલીસને બદલે તસ્કરો નાઈટ કોમ્બિંગમાં નીકળ્યા હોય તેવા ઘાટ વચ્ચે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સિરામીક પ્લાઝા-1 અને 2માં તસ્કરોએ એક સાથે 50થી 55 દુકાનો – ઓફિસોના તાળા તોડી સિરામીક ટ્રેડર્સના ધંધાકીય સ્થળને નિશાન બનાવતા સનસનાટી છે. જો કે, સામુહિક ચોરીના આ બનાવમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી .
શટર તેમજ દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો
મોરબી – વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામીક પ્લાઝા -1 તેમજ સિરામીક પ્લાઝા -2 નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકીયા હતા અને એક સાથે 50થી 55 જેટલી દુકાનો અને ઓફિસોના શટર તેમજ એલ્યુમિનિયમ સેક્સનના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો.
(વિથ ઈનપુટ, રાજેશ આંબલીયા- મોરબી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT