ભુજ : શહેરના ચકચારી રૂદ્રમાતા વીજચોરી કેસમાં પીજીવીસીએલના નાયબ ઈજનેર અને લાઈનમેન સહિત કોન્ટ્રાક્ટરોની સંડોવણી સામે આવી છે. ત્યાર બાદ પીજીવીસીએલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ હવે નાયબ ઈજનેર અને લાઈનમેનને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. કાર્યવાહી બાદ વીજતંત્રએ બંને સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપ્યા છે.
ADVERTISEMENT
રૂદ્રમાતા ડેમસાઇટ પર ઇલેક્ટ્રીસીટી અને પાણી બંન્ને બિનકાયદેસર રીતે જતા હતા
ગત તા.13-6ના પીજીવીસીએલ ભુજના નાયબ ઇજનેર જીગ્નેશ ચૌધરીએ રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે તપાસ હાથ ધરી હતી. ત્યારે ઢોરીની વીજ લાઇનમાંથી જોડાણ લઇ ડેમનું પાણી ગેરકાયદેસર રીતે ખેંચવા બે વીજ ટ્રાન્સફોર્મર લગાડાયા હતા.જે સરકારી હતા.આ બે ટ્રાન્સફોર્મર માન્ય કોન્ટ્રાકટરો જે.કે. કોન્ટ્રાકટર તથા ઇસુબ હસન ઇશાકાણીને ઇસ્યુ થયા હતા પણ ગેરકાયદે વીજચોરી માટે ઉપયોગ થયો હોવાથી કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ થઈ હતી.
જિજ્ઞેશ ચૌધરીએ પોતે જ તપાસ કરીને ચોરી થઇ રહ્યાનું જણાવ્યું પછી પોતે જ આરોપી ઠર્યા
ખુદ નાયબ એન્જિનીયર જિજ્ઞેશ ચૌધરીએ કરેલી તપાસમાં ઢોરી ફિડરમાંથી 11 કે.વી.એની વીજ લાઇનમાંથી ખેંચાયેલા ગેરકાયદે વીજ જોડાણથી 34.25 લાખની વીજચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ હતી પણ જીયુવીએનએલ પોલીસની ઊંડી તપાસમાં આ વીજચોરીની ફરિયાદ નોંધાવનાર ખુદ નાયબ ઇજનેર જિજ્ઞેશ ચૌધરી અને લાઇન ઇન્સ્પેક્ટર કનુ કલાસવા સહિત બાર લોકોની સંડોવણી સામે આવી હતી.
ADVERTISEMENT