વીરેન જોશી.મહિસાગરઃ નિર્માણધીન નવીન પુલ પહેલા રોડની બન્ને સાઈડ પર વાહનને માર્ગ અકસ્માત નડે નહીં અને વાહન ઊંડા ખાડામાં પડે નહીં તે રક્ષણ હતું માર્ગ સલામતી માટે લગાવવામાં આવેલી રેંલીગ કોઈ કાઢી જતા રોડની બન્ને સાઈડ અસલામત બની છે. મહિસાગર જિલ્લા ખાનપુર તાલુકાના દેગમડાથી ડોલરીયા માર્ગ પર બનવવામાં આવેલા નવીન પુલની સુરક્ષા રેલિંગ ચોરાઇ જતા મહિસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત ) હરક્તમાં, બકોર પોલીસ સ્ટેશન ખાતે પોલિસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
બોલો નિવૃત્તિ પછી પણ તલાટી લેતો હતો લાંચઃ ડીસામાં ઈન્ચાર્જ સર્કલ ઓફિસર પણ પકડાયો
એપ્રોચ રોડ પણ બેસી ગયેલી હાલતમાં
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગમડાથી ડોલરીયા માર્ગ પર થોડા સમય પહેલા નિર્માણ પામેલા નવીન પુલ પર અકસ્માતથી રક્ષણ માટે લગાવેલ લોખંડની રેલિંગ કોઈ ચોર ઇસમો ચોરી જતાં રોડ અસલામત બનતા ચકચાર મચી જવા પામી છે. અકસ્માતથી બચવા લગાવેલ રેલિંગનું રક્ષણ કરવાની કોની જવાબદારી તે વિશે સવાલો ઊભા થઈ રહ્યા છે. થોડા સમય અગાઉ બનેલો આ માર્ગ તેની હલકી ગુણવત્તાની કામગીરીને લીધે ચર્ચામાં રહ્યો છે. જે પુલની રેલિંગ ચોરાઇ છે તેનો એપ્રોચ રોડ પણ બેસી ગયો છે. રોડની કામગીરીની ગુણવત્તા ચકાસનાર અધિકારીઓ કોન્ટ્રાકટર સાથેના સારા સબંધોમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી બિલ રીલીઝ કરી ચૂક્યા છે પરંતુ હવે ધીરે ધીરે એપ્રોચ બેસી જતાં અનેક ફરિયાદો ઉઠી રહી છે અને એવામાં માર્ગ અકસ્માતની સુરક્ષા માટે લગાવેલી 40 મીટરથી પણ વધારે લાંબી રેલિંગ કોઈ ચોર ઇસમો ચોરી ગયા છે. ત્યારે રેલિંગ વગર અકસ્માત થાય તો કોની જવાબદારી ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે વહેલી તકે ચોરયેલ સાઈડ પરની રેંલીગ ફરીથી લગાવી અકસ્માત માટે અસલામત બનેલ માર્ગને ફરીથી સલામત કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
ADVERTISEMENT